હેલ્મેટ કે સીટ બેલ્ટના કારણે નહીં પણ ગુજરાતમાં 87 ટકા અકસ્માતો ઓવર સ્પીડથી થાય છે

ગુજરાત વધારે ઝડપના કારણે થનારા અકસ્માતોમાં છઠ્ઠા નંબર પર આવે છે. ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ઓવર સ્પીડના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં ભોગ બનનારા મોટો ભાગે યુવાનો હોય છે જેઓ સિગ્નલ તોડવાના કારણે ભોગ બની રહ્યા છે.

રાજ્ય સરકારે તાજેતરમાં સિગ્નલ તોડવાના દંડની રકમ ૪૦૦થી વધારીને ૨૦૦૦ કરી છે અને આ પછી ફરી નિયમ તોડનાર પાસે ૩૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. સરકારે મોટર વ્હિકલ ઍકટમાં વાહનોની ગતિ મર્યાદા સુનિશ્ર્ચિત કરી છે. જેમાં અમદાવાદ મનપાની હદમાં આવતા રોડ પર વાહનોની ઝડપની મર્યાદા ૬૦ કિ.મી.પીએચ રાખવામાં આવી છે, જ્યારે ફોર લેનવાળા નેશનલ હાઈવે પર પર ગતિ મર્યાદા ૧૦૦ કિ.મી.પીએચ અને ચારથી ઓછા લેનવાળા રોડ પર ૭૦ કિ.મી.પીએચ ગતિ નિશ્ર્ચિત કરવામાં આવી છે.

વાહનવ્યવહાર અને હાઈવે મંત્રાલયના રોડ અકસ્માત ૨૦૧૮ના આંકડા પ્રમાણે ૨૦૧૭ કરતા ઝડપના કારણે થનારા અકસ્માતોમાં ૧૭ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૮માં જયાં ૧૬,૩૬૧માંથી ૬,૯૮૮ અકસ્માત વધુ ગતિના કારણે થયા હતા. વર્ષ ૨૦૧૭માં ૧૫,૭૫૯માંથી ૫,૯૪૮ અકસ્માતોનું કારણ વાહનોની ઝડપ હતી. વાહનોની ઝડપ વધુ હોવાના કારણે થનારા અકસ્માતોમાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.

અકસ્માતોની ટકાવારી વર્ષ ૨૦૧૬માં ૩૫ ટકા હતી, જયારે વર્ષ ૨૦૧૮માં ૪૨.૭૧ ટકા થઈ ગઈ છે. ગુજરાત પહેલા રાજસ્થાન, તમિળનાડુ, કર્ણાટકા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ આવે છે