અફઘાનિસ્તાનમાં યુદ્વના 19 વર્ષ: તાલીબાનો સાથે ફરી વાટાઘાટો કરવા ટ્રમ્પની જાહેરાત

અમેરિકા અને અફઘાન તાલિબાન વચ્ચે વાટાઘાટનો દોર શરુ થઇ શકે તેમ છે. એવી ઘોષણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનના તેમના 36 કલાકની ગુપ્ત પ્રવાસ બાદ હતી.  તેમણે માત્ર સાડા ત્રણ કલાક જ  ગ્રાઉન્ડ ઉપર વિતાવ્યા હતા. તાલીબાન સમજૂતિ કરવા માગે છે એમ જણાવી ટ્રમ્પે ઉમેર્યુ હતુ અમે સંઘર્ષ વિરામ ઇચ્છતા હતા ત્યારે તેઓ નહોતા ઇચ્છતા, હવે એમ કરવા માગે છે, મને લાગે છે તે સફળ થશે.

અફઘાનિસ્તાનમાં અમેરિકી જંગનુ આ 19મું વર્ષ છે. અમેરિકી ઇતિહાસનુ આ સૌથી લાંબુ યુદ્વ છે. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે ટુંકી મુલાકાત કરનાર ટ્રમ્પે કાબૂલ બહાર બગરામ એરબેઇઝ પર તૈનાત અમેરિકી સૈનિકો સાથે થેન્કસ ગિવિંગ ડે ઉજવ્યો હતો. તેમની સાથે વાત કરી તેમને ભોજન પીરસ્યું હતું. ટર્કીની મોજ માણી અને સેલ્ફી ખેંચાવી હતી  સપ્ટેમ્બરમાં કાબુલના ભીષણ આતંકી હુમલા બાદ ટ્રમ્પે તાલીબાન સાથે વાટાઘાટ બંધ કરી હતી. તાલીબાન પ્રવકતા જૈબૂલ્લાહ મુજાહિદે જણાવ્યુ કે અમેરિકાએ વાટાઘાટ બંધ કરી હતી હવે જો તે શરૂ કરવા માંગતુ હોય તો તાલીબાન તૈયાર છે.