સુરતના પાંડેસરા વડોદ ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે કેટલાક અસમાજીક ત્તવો દ્વારા પાવર લુમ્સ ઉપર પથ્થર મારો કરી ખાતાઓ બંઘ કરાવવાનો પ્રયાસ કર્યો હતો બંધ થઇ ગયેલા પાવર લુમ્સના કારખાનામાં સવારે વેપારીઓએ એક સાથે ભેગા થઇને ખોલ્યા હતા અને પોલીસ પાસે માંગ કરી હતી કે તેમને પ્રોટેકશન આપવાની માંગ કરી હતી અને સાથે પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરાઈ હતી.
સુરત શહેરમાં પહેલાથીજ પાવર લુમ્સનો વ્યવસાય મંદ ગતીએ ચાલી રહ્યો હતો. ત્યારે માંડ માંડ દિવાળી બાદ પાવર લુમ્સના ખાતાઓએ જોર પકડયું છે. ત્યારે ગઇ કાલે રાત્રી દરમિયાન કેટલાક અજાણ્યા કારીગરો દ્વારા કેટલાક ખાતાઓ પર પથ્થર મારો કરી તે ખાતા બંધ કરાવી દીધા હતા.