ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મીથની મોટી છલાંગ, બ્રેડમેનને પણ પાછળ છોડી દીધા

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. પીટીઆઈ અનુસાર, તેણે 1946માં બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો અને ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાંથી તેણે ડેન બ્રેડમેનને પછાડી 11મા સ્થાને આવી ગયો છે.

સ્ટીવ સ્મિથે પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં એક રન લઈને આ આંકડોને સ્પર્શ્યો હતો. તેણે 73 વર્ષીય ઇંગ્લેન્ડના વેલી હામોન્ડનો રેકોર્ડ તોડ્યો. હેમન્ડે 131 ઇનિંગ્સમાં 7000 રન પૂરા કર્યા હતા જ્યારે સ્મીથે 126મી ઇનિંગમાં આ રકોર્ડ કર્યો હતો. આ આંકડો ભારતના વીરેન્દ્ર સહેવાગે 134 ઇનિંગ્સમાં હાંસલ કર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટવિટ કર્યું હતું કે, ‘સૌથી ઝડપી 7000 રન, તમે સ્ટાર છો સ્ટીવ સ્મિથ.’

સ્ટીવ સ્મીથે બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. બ્રેડમેને 6996 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મીથે આ વર્ષે એશિઝ શ્રેણીમાં સાત ઇનિંગ્સમાં 774 રન બનાવ્યા હતા. જોકે તેણે આ રેકોર્ડ બ્રિસ્બેનમાં પ્રથમ ટેસ્ટમાં બનાવ્યો હોત, પરંતુ અણધારી રીતે તે ચાર રને આઉટ થયો હતો. હવે તેનો લક્ષ્ય ગ્રેગ ચેપલને પાછળ છોડી દેવાનો રહેશે, જેણે 7110 રન બનાવ્યા છે. રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયા તરફથી 168 ટેસ્ટમાં 13378 રન બનાવ્યા છે.