પરિવાર અલગ, રાજકારણ અલગ: રાજ ઠાકરેની પાર્ટીએ ઉદ્વવ ઠાકરને વોટ આપ્યો નહીં

શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધને સરળતાથી બહુમતી સાબિત કરી હતી. ઉદ્ધવ સરકારને બહુમતી માટે 145 મતોની જરૂર હતી, જે તે સરળતાથી મેળવી શકાયા હતા. શિવસેનાની તરફેણમાં કુલ 169 મત પડ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેના પિતરાઇ ભાઇ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કોઈની તરફેણમાં મત આપ્યો ન હતો અને ગૃહમાં તટસ્થ રહ્યા. આ અગાઉ રાજ ઠાકરે ઉદ્ધવના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા, ત્યારબાદ તમામની નજર બહુમતી પરીક્ષણમાં મનસે કોને ટેકો આપશે તેના પર નજર હતી.

શિવસેનાને ફ્લોર ટેસ્ટ દરમિયાન 169 મતો મળ્યા હતા, જેમાંથી 145મો વોટ પારનેરના ધારાસભ્ય નિલેશ લંકેએ આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણાથી દુર રહેલી રાજ ઠાકરેની પાર્ટી મનસેએ વિશ્વાસમત દરમિયાન તટસ્થા રહેવાનું વલણ અપનાવ્યું હતું.

મનસે પાસે વિધાનસભામાં એક માત્ર ધારાસભ્ય છે. નોંધપાત્ર વાત એ છે કે, ઉદ્ધવના શપથ ગ્રહણ સમારોહમાં રાજ પણ હાજર રહ્યા હતા. પારીવારિક તમામ કડવાશ ભૂલાવીને રાજ ઠાકરે શપથગ્રણ સમારોહમાં આવ્યા હાત ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી તમામનું ધ્યાન મનસે પર કેન્દ્રિત થયું હતું તે મનસે કોને વોટ આપશે.

મનસે ઉપરાંત ઓવેસીની પાર્ટીના બે ધારાસભ્યો અને સીપીઆઈએમના એક ધારાસભ્યએ પણ કોઈના પક્ષમાં મત આપ્યો ન હતો. આ અગાઉ ભાજપના ધારાસભ્યો દ્વારા હોબાળો મચાવતા પ્રારંભ કરાયેલું સત્ર બપોર બાદ પૂર્ણ થયું હતું. મહાવિકાસ અઘાડીના નેતાઓએ પહેલેથી જ દાવો કર્યો હતો કે તેમને ઘણી નાની પાર્ટીઓનો ટેકો પણ છે. આવી સ્થિતિમાં તેમને સરળતાથી બહુમતી મળશે.