મહિલા પોલીસ અધિકારી સાથે વોન્ટેડ ક્રિમીનલ લગ્ન કરવા પહોંચ્યો અને ઝડપાઈ ગયો, જાણો રસપ્રદ મામલા વિશે

મધ્યપ્રદેશ પોલીસે છત્તરપુરમાંથી વોન્ટેડ ક્રિમીનલને ઝડપી પાડ્યો છે. આ આરોપી 16 જેટલા કેસોમાં વોન્ટેડ હતો. પોલીસે આ ગુનેગાર ઝડપી પાડવા માટે અલગ જ પ્રકારનો તરીકો અપનાવ્યો હતો.

યુપીના મહોબા જિલ્લાના બીજાપુર ગામમાં રહો બાલકિશન ચૌબે એક કુખ્યાત તત્વ તરીકે પંકાયેલો છે. તેના માથા માટે પોલીસે 10 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. ઓગષ્ટ મહિનામાં જ ચૌબેએ નૌગાંવમાં એક માણસની હત્યા કરી નાંખી હતી. મધ્યપ્રદેશ પોલીસ તેને ઝડપી પાડવા માટે પ્રયાસો કરી રહી હતી. પરંતુ તે પોલીસને હાથતાળી આપી ફરાર થઈ જતો હતો.

બાલકિશનને ઝડપી પાડવા માટે પોલીસ લગ્નનું છટકું ગોઠવ્યું હતું. છત્તરપુરના પોલીસ અધિકારી એસેએસ બાઘેલના જણાવ્યા પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે બાલકિશન લગ્ન કરવા માટે યુવતીની શોધ કરી રહ્યો છે.

એસપી તિલકસિંગના જણાવ્યા પ્રમાણે પોલીસ વિભાગે મહિલા પોલીસ અધિકારીને લગ્ન માટે તૈયાર કરી હતી. આ એક બનાવટી લગ્ન હતા. બાલકિશનનો સંપર્ક કરવા માટે પોલીસ દિલ્હીની મહિલા મજુરના નામે એક સીમ કાર્ડ ખરીદ્યો હતો. ચૌબેને ફોન કરાયો અને કહેવાયું કે ભૂલથી નંબર લાગી ગયો. ત્યાર બાદ ચૌબે દ્વારા મહિલા પોલીસ સબ ઈન્સપેક્ટરને ચૌબે ત્યાર બાદ ફોન કર્યો અને બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ.

એક અઢવાડિયા સુધી વાતચીત થતી રહી અને આખરે મહિલા પીએસઆઈએ ચૌબેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. બાલકિશન ચૌબેએ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને લગ્ન માટે રોકા વિધિ માટે બીજાપુરના મંદિરમાં ગોઠવણ કરવામાં આવી.

મહિલાએ પીએસઆઈ અને અન્ય પોલીસ ટીમ સાદ ડ્રેસમાં મંદિરમાં પહોંચી ગયા હતા અને લગ્ન કરવા આવેલા બાલકિશન ચૌબેને પકડી પાડ્યો હતો. હાલ બાલકિશન ચૌબેને જેલના હવાલે કરવામાં આવ્યો છે.