ઉદ્વવ ઠાકરેની પરીક્ષા, આવતીકાલે હાંસલ કરશે વિશ્વાસમત

મહારાષ્ટ્રમાં નવી રચિત ઉદ્ધવ ઠાકરે સરકાર શનિવારે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત રજૂ કરશે. મહા વિકાસ અઘાડીની નવી સરકારે નિર્ણય કર્યો છે કે શનિવારે વિધાનસભામાં વિશ્વાસ મતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે અને ત્યાર બાદ ધારાસભ્યોનું મતદાન યોજાશે. ભૂતકાળમાં રાજ્યપાલે બહુમતિ સાબિત કરવા માટે ઉદ્ધવ ઠાકરેને ત્રીજી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો, પરંતુ મહાગઠબંધનમાં સામેલ પક્ષો સાથે વાત કર્યા પછી શિવસેનાના વડાએ નિર્ણય લીધો કે બહુમતિ પરીક્ષણ શનિવારે જ  કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ સરકાર વહેલી તકે પોતાની બહુમતિ સાબિત કરવા માગે છે જેથી કેબિનેટનો વિસ્તાર થઈ શકે. બીજી તરફ ‘ડર’ ની વાત કરીને ભાજપે નિશાન સાધવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં, નવી સરકાર જલ્દીથી તમામ ભયને નકારી કા ઢવા માંગે છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓએ વિધાનસભામાં બહુમતિનો દાવો કર્યો છે. ત્રણેય પક્ષોએ જણાવ્યું છે કે તેમને 162થી વધુ ધારાસભ્યોનો ટેકો છે.

વિધાનસભામાં બહુમતી પરીક્ષણ પહેલાં ભાજપના પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલમ્બકરની જગ્યાએ એનસીપી નેતા દિલીપ વલસે પાટીલની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત વિધાનસભા સચિવાલય દ્વારા શનિવારે વિશેષ સત્ર યોજવાની પણ માહિતી આપવામાં આવી છે.

ત્રણેય પક્ષોએ 162 ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હતો. તમને જણાવી દઇએ કે શનિવારે બહુમતિ પરીક્ષણ ઉદ્ધવ સરકારની પહેલી અગ્નિ પરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. ભૂતકાળમાં, મહા અઘાડીના ત્રણેય પક્ષના ધારાસભ્યો એકઠા થઈને મુંબઇની ખાનગી હોટલમાં શક્તિ પ્રદર્શન કરવા માટે એકત્ર થયા હતા. આ સિવાય ત્રણેય પક્ષોએ અપક્ષ ધારાસભ્યોના દાવા પણ કર્યા હતા.