જઘન્ય હત્યાકાંડ: એક જ પરિવારના 6ની હત્યાથી દાહોદમાં હાહાકાર

દાહોદ જિલ્લામાં જઘન્ય હત્યાકાંડથી સનસનાટી મચી જવા પામી છે. દાહોદના સંજેલીમાં આવેલા મહુડીમાં એક જ પરિવારના 6 લોકોની અત્યંત ક્રુરતા નિઘૃણ હત્યા કરી દેવામાં આવતા હાહાકાર મચી ગયો છે. પતિ-પત્ની અને ચાર બાળકોને ક્રુરતાપૂર્વક રહેંસી નાંખવામાં આવ્યા છે.

આ હત્યાકાંડમાં ત્રણ બાળકો અને એક બાળકીનો સમાવેશ થાય છે. હત્યાની તસવીરો દર્દનાક અને રૂવાંડા ઉભા કરી દેનાર હતી. ચારેય બાળકો તથા તેમના માતા-પિતાના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યાકાંડને પગલે દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતકોમાં ભરત કડકીયાભાઈ પલાશ (ઉંમર 40 વર્ષ) અને સમીબેન ભરતભાઈ પલાશ (ઉંમર 40 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે કે, તેમના સંતોના પુત્રી દિપીકા પલાશ (12 વર્ષ), હેમરાજ પલાશ (10 વર્ષ), દિપેશ પલાશ (8 વર્ષ), રવિ પલાશ (6 વર્ષ)ની પણ નિર્દયી રીતે હત્યા કરાઈ છે. દાહોદ પોલીસે જણાવ્યું કે, અમે ડોગસ્કોડ, એફએસએલની ટીમની સાથે રાખીને તપાસ કરી રહ્યાં છે.

ગામના સરપંચ મહેન્દ્ર પલાશે ન્યૂઝ ચેનલ ઝી 24 ક્લાકને કહ્યું કે મરનાર ભરતભાઈના કાકાનો છોકરો વિક્રમ પલાશ મોરબીમાં રહે છે, જેનું ટ્રેનમાં કપાઈને મોત થયું હતું. આ સમાચાર મામલે મારી પર સંજેલી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. જેની તપાસ રાત્રે કરતા કોઈ સમાચાર મળ્યા ન હતા. પણ સવારે તેની લાશ લેવા માટે બધા કુટુંબીજનો તેના ઘરે ગયા હતા. ત્યારે ત્યાંથી અહી ભાઈ ભરતભાઈને મોરબીમાં લઈ જવાનો હતો તેથી સંબંધીઓ તેના ઘરે સવારે ગયા હતા. તેઓએ જોયું તો ઘરના કમ્પાઉન્ડમાં ચાર લોકોની લાશ પડી હતી, દરવાજો ખોલીને જોયુ તો અંદર બે જણાની લાશ પડી હતી. તો બીજી તરફ, આગામી દિવસે વિક્રમ બસમાં બેસીને અમદાવાદ ગયો હતો. ત્યાંથી મોરબી કેવી રીતે ગયો તે અમને ખબર નથી.