શરદ પવારે ભાજપને સમર્થન આપવા મૂકી હતી આ બે શરત, મોદીએ કહી “ના” અને ગઠબંધન થયું નહીં

ભાજપને સમર્થન આપવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ(એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે બે શરતો મૂકી હતી. પહેલી શરત કેન્દ્રની રાજનીતિમાં દિકરી સુપ્રીયા સુલેને વજનદાર કૃષિ મંત્રાલય અને બીજી શરત દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ અન્યને મુખ્યમંત્રી બનાવવા. જ્યારે આ શરત વડાપ્રધાન મોદીની સામે આવી તો તેમણે સરકારની રચના માટે આ શરતો માનવા તૈયાર થયા ન હતા.

ભાજપના સૂત્રોએ આઈએએનએસને કહ્યું કે પાર્ટીના નેતૃત્વને લાગ્યું કે જો મહારાષ્ટ્રમા સમર્થન હાંસલ કરવા એનસીપીને કૃષિ મંત્રાલય આપી દેવામાં આવે તો બિહારમાં જૂના સાથીદાર જેડીયુ રેલ મંત્રાલયનો દાવો કરી ધર્મસંકટ જન્માવી શકે છે. આવામાં પ્રચંડ બહુમતિ હોવા છતાં બે મોટા મંત્રાલય ભાજપના હાથમાંથી ઝૂંટવાઈ ગયા હોત.

સૂત્રોએ બીજી શરત અંગે કહ્યું કે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષ સુધી કોઈ પણ પ્રકાર ડાઘ વિના સરકાર ચલાવવામાં સફળ રહ્યા છે અને ભાજપે તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડી હતી તો ફડણવીસને હટાવી અન્યને મુખ્યમંત્રી બનાવવાનું પાર્ટી વિચાર જ કેવી રીતે કરે? આ ઉપરાંત ખુદ વડાપ્રધાને પાર્ટી કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર ફડણવીસના નેતૃત્વમાં જ બનશે. આ કારણે એનસીપીની શરત માનવી ભાજપ માટે અસંભવ હતું.

સૂત્રો જણાવી રહ્યા છે કે શરદ પવારને અંત સુધી આશા હતી કે શિવસેનાએ સાથ છોડી દીધો છે તો આવી સ્થિતિમાં નિસહાય ભાજપ પાસે એનસીપીની બન્ને માંગો સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. શરદ પવારને બખૂબી જાણ હતી કે 54 ધારાસભ્યો સાથે તેમના બન્ને હાથમાં લાડુ છે. એક તરફ જાય તો ચાણક્ય બની જશે અને બીજી તરફ કેન્દ્રમાં મંત્રી પદ સાથે સરકારમાં ભાગીદારી.
સંઘ અને ભાજપના જાણકાર નાગપુરના દિલીપ દેવધરે આઈએએનએસને કહ્યું કે સંઘ પરિવારમાં શરદ પવારની બન્ને શરતો અંગે લાંબી ચર્ચા થઈ હતી. જોકે, વડાપ્રધાન મોદીની આગળ આ શરતો ટકી શકી નહીં. મહારાષ્ટ્રમાં ખેડુતોના પ્રશ્નને લઈ કૃષિ મંત્રાલય ફાયદાકારક પુરવાર થતે. શદ પવાર પોતે કૃષિ મંત્રી રહી ચૂક્યા હતા. શરદ પવારને લાગતું હતું કે ભાજપ તેમની શરતો માની લેશે પણ જ્યારે તેમને લાગ્યું કે ભાજપ શરતો નહીં માનશે તો તેમણે કોંગ્રેસ-શિવસેના સાથે જવાનું મુનાસીબ માન્યું. અને આવી રીતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકારના બદલે ઠાકરે સરકાર બની.