સ્કૂટીમાં પંચર થયું અને મદદની રાહ જોતી મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ કરાઈ હત્યા

હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની બળાત્કાર બાદ ત્યારે હત્યા કરી દેવામાં જ્યારે તે સ્કૂટીના ટાયરમાં પંચર પછી રસ્તા પર મદદની રાહ જોઈ રહી હતી. 27 વર્ષીય મહિલા વેટરનરી ડોક્ટર હતી. પોલીસે આ ઘટના સંદર્ભે ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, મહિલા ડોક્ટર પોતાના ક્લિનિકથી રાબેતા મુજબ પરત ફરી રહી હતી. હૈદરાબાદની બાહર આવેલા ટોલ પ્લાઝા નજીક તેની સ્કૂટી પંચર થઈ ગઈ હતી. તેણે તેની બહેનને ફોન કર્યો. બહેને સૂચવ્યું હતું કે સ્કૂટી ટોલ પ્લાઝા પર પાર્ક કરી કેબ મારફત આવી જા. આ સમય દરમિયાન, બે યુવાનોએ આ મહિલાને કહ્યું કે તેઓ સ્કૂટીને પોતાની સાથે લઈ જશે અને પંચરને ઠીક કરીને પાછા આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂટી લઈ ગયા બાદ મહિલા ટોલા પ્લાઝા પર જ રાહ જોઈ રહી હતી. આ સમય દરમિયાન મહિલા ડોક્ટર પર કેટલાક યુવાનોએ અચાનક હુમલો કરી દીધો હતો અને તેને ખેંચીને નજીકની ઝાડીઓમાં ઢસડી ગયા હતા. મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં ફ્લાયઓવર નજીક ફેંકી દેવામાં આવી હતી. લાશને બાળી નાંખવાની કોશિશ પણ કરવામાં આવી હતી. બીજી તરફ  મહિલા ડોક્ટર મોડી રાત્ર સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ પોલીસને રિપોર્ટ લખાવ્યો હતો. પણ કમનસીબે મહિલ તબીબ હવસખોરોને ભોગ બની ચૂકી હતી અને તેની લાશ સવારે ટોલ પ્લાઝા નજીકના ફ્લાયઓવર નીચેથી અર્ધ બળેલી અવસ્થામાં મળી આવી હતી.