સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટી ગયો છે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર 4.5 ટકા હતો, જ્યારે એક વર્ષ અગાઉ આર્થિક વિકાસ દર 7 ટકા હતો. સરકારી માહિતી અનુસાર ઓકટોબરમાં કોર સેક્ટરનું ઉત્પાદન 5.8 ટકા ઘટ્યું છે. આ ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા સાત વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી છે.
આર્થિક મોરચે મોદી સરકાર સતત ડૂબકી લગાવી રહી છે. અર્થવ્યવસ્થા સતત કથળી રહી છે. જુલાઇથી સપ્ટેમ્બર 2019-20ના બીજા ક્વાર્ટરના પ્રથમ તબક્કામા જીડીપી 5 ટકા હતો. 26 અઠવાડિયામાં જીડીપીના આંકડા 4.5 ની નીચી સપાટીએ પહોંચી ગયા છે.
તમને જણાવી દઈએ કે 2013માં દેશનો જીડીપી 3.3 ટકા હતો. જીડીપી છેલ્લા 26 ક્વાર્ટરમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે.
દેશના વિકાસ દરમાં મોટો ઘટાડો થયો છે. બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 5.0 થી ઘટીને 4.5 ટકા થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં, વિકાસ દર 5.0 ટકા હતો. એપ્રિલ-ઓક્ટોબર-2019માં આર્થિક નુકસાન 6.48 લાખ કરોડ હતું, તે હવે વધીને 7.20 લાખ કરોડ થઈ ગયું છે. અર્થવ્યવસ્થાના મોરચે કેન્દ્રની મોદી સરકારના તમામ દાવાઓ અને યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ છે.
દેશના આઠ મોટા ઉદ્યોગોનો વિકાસ દર નીચે આવ્યો છે, ગયા વર્ષની સરખામણીએ એટલે કે ઓક્ટોબર 2018ની સરખામણીએ, વૃદ્ધિ દર ઓક્ટોબર-2019માં ઘટીને 5.8 પર આવી ગયો છે. સપ્ટેમ્બરમાં આ આંકડો 5.2 ટકા હતો.
તમને જણાવી દઈએ કે નાણા મંત્રાલયના સૂત્રોએ પહેલાથી જ અંદાજ લગાવ્યો હતો કે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના બે મહિનામાં, કોર સેક્ટર અને આઈઆઈપીની સ્થિતિ ખૂબ ખરાબ છે, જેની અસર કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના વિકાસ દર પર પડશે. દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એક અહેવાલ જાહેર કર્યો છે જેનો અંદાજ છે કે બીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર ફક્ત 4.2 ટકા આંકવામાં આવ્યો હતો.