સરકારે હાઇવે પર ટોલ પેમેન્ટ માટે ફરજિયાત ફાસ્ટેગ અમલીકરણની તારીખમાં ફેરફાર કર્યો છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે અગાઉ પહેલી ડિસેમ્બરથી ફાસ્ટટેગ લાગુ કરવાની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું કે, નાગરિકોને ફાસ્ટેગ મેળવવા માટે પૂરતો સમય આપવાના હેતુથી ફી પ્લાઝાવાળા તમામ લેનને 15 ડિસેમ્બરથી ફાસ્ટ ટેગ પ્લાઝા કરવાનો નિર્ણય કર્યો છે.
નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન એ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયનો ફ્લેગશીપ પ્રોગ્રામ છે. રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજી દ્વારા ટ્રાફિક મૂવમેન્ટને સરળ બનાવવા અને ટોલ કલેક્શન કરવાના હેતુથી આનો દેશભરમાં અમલ થવાનો છે. બુધવાર સુધીમાં, દેશભરમાં 70 લાખ ફાસ્ટેગ બહાર પાડવામાં આવ્યા છે. ફક્ત 26 નવેમ્બરના રોજ 1.35 લાખ ફાસ્ટેગ રજિસ્ડર્ટ કરાયા છે. એક દિવસ પહેલા 1.03 લાખ જારી કરાયા હતા.
ફાસ્ટટેગ શું છે?
ફાસ્ટેગ એ રેડિયો ફ્રીક્વન્સી ટેગ જેવું છે, જે વાહનની સાઇડ સ્ક્રીન પર લગાવવામાં આવ્યું છે. આને સમય-સમય પર રિચાર્જ કરી શકાય છે. ફાસ્ટટેગ હોવાનો ફાયદો એ છે કે આ ટેગ દ્વારા વાહનની ઓળખ ટોલ પર કરવામાં આવે છે જ્યારે ગાડી ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે ત્યારે ટોલ ચુકવણીની રકમ ચૂકવવાની રહેશે, તે રકમ તે જ ટેગ દ્વારા કાપવામાં આવે છે. એટલે કે, ટોલ પર રોકાવાની જરૂર નથી.