ઠાકરે સરકાર માટે મોટી મોકાણ : ફડણવીસ સરકાર મહારાષ્ટ્ર પર 4.7 લાખ કરોડનું દેવું મૂકી ગઈ

ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બની ગયા, પરંતુ નવી સરકાર સામે પડકારો પણ નાનાસુના નથી. સૌથી મોટો પડકાર તો ૪.૭ લાખ કરોડનું દેવું છે, જે ફડણવીસ સરકારે વારસામાં આપ્યું છે. બીજી તરફ ખેડૂતો સહિત લોકોને આપેલા વચનો પૂરા કરવાનો પડકાર છે, જે ઉદ્ધવ ઠાકરે માટે કસોટી રૃપ છે.

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ગયા છે અને દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે  સરકારની શરૃઆત થઈ. આ પહેલીવાર છે જ્યારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી પદને સંભાળી રહ્યો છે. આવામાં મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે સામે અનેક પડકાર છે.

ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો પડકાર આર્થિક મોરચે મળવાનો છે. આર્થિક મોરચા પર રાજ્યની સ્થિતિ ઠીક નથી. વીતેલા જૂન મહિનામાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકારમાં ત્યારના નાણામંત્રી સુધીર મુંગટીવારે ર૦૧૯-ર૦ નું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં  જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર પર  કરજનો બોજ ૪.૭ લાખ કરોડ રૃપિયાથી વધારે છે. તો ર૦૧૮-૧૯ માં મહારાષ્ટ્ર સરકારની દેવાદાર ૪.૧૪ લાખ કરોડ રૃપિયા હતી જે સતત વધી રહી છે.

ઉલ્લેખનિય છે કે, સરકારે કુલ બજેટ ૪ લાખ ૩૪,૯૩૩ કરોડ રૃપિયા રાખ્યું હતું. આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સરકારનું મહેસૂલ નુક્સાન વધીને ર૦,ર૯ર.૯૪ કરોડ રૃપિયા રહેવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા મહેસૂલ નુક્સાન ૧૪,૯૭૦.૦૪ કરોડ રૃપિયા હતું. આ પ્રમાણે ફક્ત એક વર્ષમાં મહારાષ્ટ્રનું મહેસુલ નુક્સાન પ હજાર કરોડ એટલે કે ૩પ.૬ ટકા વધી શકે છે. જૂનમાં બજેટ રજૂ કરતા ત્યારના નાણામંત્રી સુધીર મુંગટીવારે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનો મહેસૂલ ખર્ચ ૩,૩૪,૯૩૩,૦૬ કરોડ રૃપિયા થવાનું અનુમાન છે.

એક વર્ષ પહેલા મહારાષ્ટ્રની રાજકોષિય ખાધ પ૬,૦પ૩.૪૮ કરોડ રૃપિયા હતી. આ પ્રમાણે લગભગ ૬ હજાર કરોડનો વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રના આર્થિક સર્વેમાં રાજ્યનો વિકાસ દર ૭.પ ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. દેશના કુલ જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન ૧૪.૪ ટકા છે. મહારાષ્ટ્રની કુલ જીડીપીની વાત કરીએ તો ર૬ લાખ કરોડ રૃપિયાથી વધારે છે. મહારાષ્ટ્રમાં પ્રતિ વ્યક્તિ આવક ૧ લાખ ૯૧ હજાર ૮ર૭ રૃપિયા છે. એક વર્ષ પહેલા આ વર્ષે રાજ્યમાં પ્રતિ વ્યક્તિ આવકમાં વધારો થયો છે. મહારાષ્ટ્રનો બેરોજગારી દર ર૦૧૭-૧૮ માં ૪.૯ ટકા પર હતો, હવે ચૂંટણી દરમિયાન કરેલા વચનો પૂરા કરવા કે નાણાકીય ખાડો પૂરવો, તે અંગે ઉદ્ધવ ઠાકરે શું કરે છે, તે જોવાનું રહે છે. આથી ઠાકરે સરકારની કસોટી પણ થવાની છે.