ન માની શકાય એવી ઘટના : મહિલાએ ‘પ્રેગનેન્ટ’ બાળકીને જન્મ આપ્યો, કેવી રીતે થયું આવું, જાણો વધુ

એક મહિલાએ એક ‘પ્રેગનેન્ટ’ બાળકીને જન્મ આપ્યો છે. જન્મના ફક્ત એક જ દિવસમાં આ નવજાત બાળકીનું ઈમરજન્સી ઓપરેશન કરવાની ફરજ પડી હતી. રેરેસ્ટ મેડિકલ પરિસ્થિતિના કારણે આવું થયું હતું. આ ઘટના કોલંબિયાના બરાનકિલામાં રહેતી મહિલા મોનિકા વેગાની સાથે ઘટી છે. ડિલીવરી બાદ તેણે પોતાની દીકરીનું નામ ઈત્જામરા રાખ્યું છે. બાળકીની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. અલ્ટ્રાસાઉન્ડમાં ડોક્ટર્સને જાણવા મળ્યું કે મહિલાના બે નાળની દોરીછે.

ડોક્ટર્સને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બે નાળની દોરી જોડકા બાળકોના નથી. અસલમાં બાળકીએ એક અવિકસિત ભ્રૂણને પોતાના ગર્ભમાં ધારણ કરી લીધું હતું. આ અત્યંત રેરેસ્ટ ઓફ ધી રેર મેડિકલ કંડિશનને નાળની દોરીને ’ગર્ભમાં ગર્ભ’ અથવા એકબીજા સાથે સંકળાયેલા ભ્રૂણ કહેવાય છે. આવા જોડકા બાળકો ક્યારેય સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી રહી શકતા.

આવું ત્યારે થાય છે જ્યારે બે જોડકા બાળકોમાંથી એક બાળકનો વિકાસ ગર્ભાવસ્થા દરમિયાન જ અટકી જતો હોય છે અને બીજા બાળકનો વિકાસ યોગ્ય રીતે થતો હોય છે. આ પરિસ્થિતિમાં અવિકસિત ગર્ભ વિકસિત બાળકમાં જોડાઈ જતો હતો. આ અંગે જાણ થતા જ ડોક્ટર્સે કહ્યું કે મોનિકાની ડિલીવરી ખૂબ જ જલ્દી કરવી પડશે કારણ કે તેમને ડર હતો કે જો બાળકીના પેટમાં રહેલો ગર્ભ વધારે વિકસસે તો બાળકીના અંગોને નુકશાન થઈ શકે તેમ હતું.