ઠાકરે આલા રે… મહારાષ્ટ્રમાં ઠાકરે રાજ: ઉદ્વવ ઠાકરે બન્યા મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી

આખરે ઠાકરે પરિવારમાંથી પહેલા મુખ્યમંત્રી બન્યા છે ઉદ્વવ ઠાકરે. ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રના 19મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા કરવામાં આવ્યા હતા.

ઉદ્વવ ઠાકરેની સાથે અન્ય મંંત્રીઓમાં એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, છગન ભૂજબળ અને જયંત પાટીલે શપથ લીધા હતા. શદ પવારની ખાસ હાજરી જોવા મળી હતી.

શપથવિધિમાં દેવેન્દ્ર ફડણવીસ, મુકેશ અંબાણી, નીતા અંબાણી, રાજ ઠાકરે ઉપરાંત કોંગ્રેસ, એનસીપાના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.