સુરતમાં અનોખું રિસેપ્શન : લાઈવ ઢાબા કોન્સેપ્ટમાં પંજાબી રંગ, કલર ફૂડ ટ્રક બન્યું આકર્ષણનું કેન્દ્ર

લગ્ન પ્રસંગને યાદગાર બનાવવામાં માટે લોકો અવનવું આયોજન કરતા હોય છે, ત્યારે સુરતમાં તાજેતરમાં યોજાયેલા એક લગ્નના રિસેપ્શનમાં અનોખું અને આકર્ષક આયોજન જોવા મળ્યું હતું.

મહેમાનોને જાણે તેવો પંજાબના જ કોઈ ગામડામાં આવી ગયા હોય એવી અનુભૂતિ કરાવવા માટે કૈલાશ કેટરિંગ ની સિગનેચર પેલેટ દ્વારા પહેલી વખત લાઈવ ઢાબા કોન્સેપ્ટમાં પંજાબી રસોઈ પીરસવામાં આવી હતી.

સી. બી. પટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રિસેપ્શન માટે આસાનીથી ફેરવી શકાય અને ફોલ્ડિંગ કરી શકાય એવું કલરફૂલ ફૂડ ટ્રક બનાવવામાં આવ્યું હતું. જે મહેમાનો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ઉલ્લેખનીય છે કે કેટરિંગ ક્ષેત્ર હર હંમેશ કશુંક નવું કરવા માટે સિંગેચર પેલેદ જાણીતું છે. ત્યારે આ તેમનો નવો કોન્સેપ્ટ સૌને ખુબજ ગમ્યો હતો.