કેન્દ્ર સરકાર હવે દેશભરમાં યુવા વર્ગના દિલની ધડકન ડિજિટલ મીડિયા પર લગામ નાખવાની તૈયારી કરી રહી છે અને સરકાર એક નવો ખરડો લાવી રહી છે અને તેના માટેનો મુસદ્દાે તૈયાર થઈ રહ્યાે છે. પ્રેસ અને પત્રિકા રજીસ્ટ્રેશન વિધાયક 2019 ના આ મુસદ્દામાં ડિજિટલ મીડિયા ને આર એન આઇ હેઠળ લાવવાની તૈયારી ચાલી રહી છે.
વર્તમાન સમયમાં ડિજિટલ મીડિયા દેશની કોઈપણ સંસ્થા અંતર્ગત રજીસ્ટર્ડ થયું નથી માટે હવે તેના પર કાયદાકીય વોચ રાખવામાં આવશે અને તેને આર એન આઈ હેઠળ લાવવામાં આવવાથી તેની જવાબદારીઆે નક્કી થશે અને જ્યાં તે ગંભીર ભૂલ કરશે અથવા તો નિયમનું ઉંંઘન કરશે તો તેની સામે આકરી કાર્યવાહી થઇ શકશે.
25 નવેમ્બરના રોજ આ નવા ખરડાનો મુસદ્દાે સાર્વજનિક કરવામાં આવ્યો હતો અને મંત્રાલય દ્વારા તમામ સંબંધિત પક્ષો નો જવાબ અને સૂચનો એક મહિનાની અંદર માગવામાં આવ્યા હતા. સરકારે એવો પ્રસ્તાવ આપ્યો છે કે ડિજિટલ મીડિયા નું રજીસ્ટ્રેશન આર એન આઇ હેઠળ થવું જોઈએ જેથી તેની જવાબદારી ફિક્સ કરી શકાય. દરમિયાનમાં નવા ખરડામાં પ્રેસ રજિસ્ટ્રારની નિયુિક્ત ની જોગવાઇ પણ કરવામાં આવી છે જેની પાસે કાયદાના ઉંંઘન કરવા પર જે તે પ્રકાશનનું રજીસ્ટ્રેશન રદ કરવાનો અધિકાર હશે.
ડિજિટલ મીડિયા પર લગામ મુકવાની જરુરિયાત કેન્દ્ર સરકાર સમક્ષ અનેકવાર દશાર્વવામાં આવી હતી અને ત્યારબાદ કેન્દ્રના સંબંધિત મંત્રીઆેએ જે તે સાથે ચર્ચા મંત્રણા કરી હતી. ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયેલા ડિજિટલ મીડિયા પર કઈ રીતે લગાવી મૂકી શકાય તે મારા માટે કેન્દ્ર સરકારે લાંબા સમય સુધી વિચારણા કરી હતી અને ત્યારબાદ નવો ખરડો લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ ખરડાનો મુસદ્દાે પણ ઘડાઈ ગયો છે.