કમોસમી વરસાદે માઝા મૂકી, ઉ.ગુજરાતનાં વાતાવરણમાં પલટો

ગુજરાત ભરમાં મેઘરાજા ચાલુ વર્ષે જવાનું નામ જ લેતા નથી. જેના કારણે ઋતુચક્રમાં તેની અસરો જોવા મળી રહી છે. વહેલી સવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતના ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા, ભિલોડા સહિતનાં વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો છે. જેના કારણે જગતનાં તાત ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વિસ્તારોમાં મુખયત્વે ઘઉં અને મકાઇનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ઋતુચક્રમાં ફેરફારને કારણે ખેતીનાં વિવિાધ પાકો પર સારી-નરસી અસરો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિને કારણે આ ફેરફારની સૌથી મોટી માઠી અસર ઘઉંના પાક પર પડી છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં મગફળી, તમાકું, જુવાર, બાજરી અને કપાસ જેવા પાકોમાં જ લશ્કરી ઈયળ આવતી હતી. હવે ઘઉંના પાકમાં પણ આવી ઇયળો દેખાવવા માંડી છે.

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતો જગતનો તાત ચિંતિત બન્યો છે. અરવલ્લી-સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવતા તેની અસર સમગ્ર ઉ.ગુજરાતમાં જોવા મળી રહી છે. આજે સવારે ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સિવાય દહેગામ અને તલોદમાં વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે રવિ પાકના વાવેતર પર અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં પલટો થતાં ખેડૂતો ચિંતિત છે. આ વિસ્તારોમાં મુખયત્વે ઘઉં અને મકાઇનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે ખાબકેલા ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી વરસાદને લઈ જિલ્લાનાં ૧ લાખથી વધુ ખેડૂતોને ખરીફ પાકોમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. જે બાદ ખેડૂતોએ ૮૭૭૨ હેકટરમાં ઘઉં, ૪૫૩૦ હેકટરમાં મકાઈ અને ૩૯૦૩ હેકટરમાં બટાટા સહિતનાં જુદાજુદા પાકોનું વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણી હજુ વાવેતરનું પ્રમાણ ઓછું હોવાનું જણાઈ રહયું છે.