સુરતના આંગણે વસુદૈવ કુટુમ્બક્મનું નવું રૂપ: ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ

સુરત. સુરત ફરી એક વખત ગૌરવપૂર્ણ અને અભૂતપૂર્વ ક્ષણોનું સાક્ષી બન્યું છે. 21મી નવેમ્બરથી સુરતના આંગણે ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલનું શુભારંભ થયું છે. વેસુ સ્થિતિ એલ. પી. સવાણી એકેડેમી ખાતે આ આયોજન કરવામાં આવ્યું રહ્યું છે, જે 24 મી નવેમ્બર સુધી ચાલશે. આ ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 3000 થી વધુ વિદ્યાર્થિઓએ રજીસ્ટ્રેશન કર્યું છે.

આજના ડિજિટલ યુગમાં બાળકો માટે તેમની ઉંમર અનુસાર પ્રોગ્રામ્સનો અભાવ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં માનવ મૂલ્યો પર આધારિત ફિલ્મો બતાવવામાં આવી રહ્યું છે. સુરતને આ ફિલ્મો દ્વારા બાળકોમાં છુપાયેલી જિજ્ઞાસાઓ અને વિશ્વ કક્ષાએ એક જ વયના બાળકોનો દૃષ્ટિકોણ જોવાની તક મળશે.

આ અંગે માહિતી આપતા એલ.પી. સવાણી સ્કૂલના ડાયરેક્ટર ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે સુરત માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. ઇન્ટરનેશનલ કિડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 40થી વધુ દેશોની 10 હજારથી વધુ સ્કૂલો ભાગ લીધેલ છે અને તેમના દ્વારા 20 ભાષામાં 100થી વધુ ફિલ્મો આ ફેસ્ટિવલમાં રજુ કરવામાં આવશે. આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય વોચ સિનેમા, લર્ન સિનેમા, મેક સિનેમાનો છે. ફેસ્ટિવલનો સમય રોજ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે.