ઝારખંડમાં ગૃહમંત્રી અમિત શાહે એમ કેમ કહ્યું કે “મને મૂર્ખ નહીં બનાવો, હું બનિયો છું, ગણિત આવડે છે”

ઝારખંડના ચતરમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 25-25 લોકોને બોલાવીને ભાજપને મત આપવા અપીલ કરી છે. ભાજપ સતત બીજી વખત ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે.

અમિત શાહે કહ્યું, ‘શું આપણે આ 10-15 હજાર લોકોથી જીતીશું? હું ગણિતને પણ જાણું છું, હું બનીયો પણ છું, મને મૂર્ખ બનાવશો નહીં, એક રસ્તો બતાઉં છું, શું તમે કરશો?  બધા જ હાથમાં મોબાઇલ ઉપાડશે અને 25-25 પરિવારના સભ્યોને કોલ કરો અને કમળના નિશાન પર મત આપવા માટે અપીલ કરો.

ચૂંટણી જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે આજે ઝારખંડની ચૂંટણીઓમાં ભાજપ છે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને વિકાસ માટે કામ કરે છે. બીજી તરફ કોંગ્રેસ અને જેએમએમનું ગઠબંધન છે, જેમણે ઝારખંડને ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ આપ્યું નહીં.

તેમણે વધુમાં કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ ઝારખંડ બનાવ્યું અને નરેન્દ્ર મોદી અને રઘુબર દાસે તેની માવજત કરીને આગળ ધપાવવાનું કામ કર્યું. લોકોને મત આપવા અપીલ કરતા શાહે કહ્યું કે જ્યારે પણ તમે મત આપવા જાઓ છો ત્યારે અસ્થિર સરકાર માટે મતદાન કરતા નહીં. દિલ્હીમાં કોંગ્રેસને કરોડો રૂપિયા મોકલાતા, તો ક્યારેક કોઈ અપક્ષ રાજ્યના મુખ્યમંત્રી બની જતો હતો. અસ્થિર સરકારને કારણે ઝારખંડનો વિકાસ ક્યારેય થયો નહીં.

પાછલા દિવસે લાતેહરમાં નક્સલવાદી હુમલા અંગે અમિત શાહે કહ્યું કે લાતેહરમાં ચાર પોલીસ જવાન શહીદ થયા છે, હું આ મંચ પરથી નક્સલવાદીઓને  કહેવા આવ્યો છું જેટલી ખૈર મનાવવાની હોય તેટલી મનાવી લો, અહીં ફરી ભાજપ સરકાર રચાશે એટલે કે મુદ્દલ સહિત નક્સલવાદને ઉખાડીને ફેંક દઈશું.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 70 વર્ષથી કોંગ્રેસ પાર્ટી અયોધ્યા કેસ ચલાવવા દેતી ન હતી. આ કેસ 2018માં આવ્યો ત્યારે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે આ કેસ 2019 પછી ચાલવો જોઈએ. પણ શ્રીરામની ઈચ્છા કંઈક બીજી હતી. 2019માં મોદી આવ્યા અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભવ્ય રામ મંદિરનો માર્ગ મોકળો થયો છે. ભગવાન રામના જન્મસ્થળ પર હવે ગગનચૂંબી રામ મંદિરને કોઈ રોકી શકે નહીં.