અમેરિકન સિટીઝનશીપ: ગ્રીનકાર્ડ મેળવવા 2.27 લાખ ભારતીયો અટવાયા, નડી રહ્યા છે આ નિયમો

અમેરિકામાં નાગરિકતા અને લઈને ડોનાલ્ડ વહીવટીતંત્ર દ્વારા લદાયેલા આકરા નિયમોને પગલે ભારત મેક્સિકો અને ચીનના લોકો માં ગ્રીનકાર્ડ મેળવવાની હોડ વધી ગઈ છે અને આંકડાકીય માહિતી મુજબ 2.27 લાખ ભારતીયો પરિવાર પ્રાયોજિત ગ્રીનકાર્ડ વેઇટિંગ લિસ્ટમાં છે.

આ વેટિંગ લિસ્ટ માં કુલ 40 લાખ લોકો છે અને તેમાં સૌથી વધુ મેક્સિકોના 15 લાખ જેટલા ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડ માટે લાઇનમાં ઊભા છે. અમેરિકી વિભાગ દ્વારા દર વર્ષે બે લાખ 26 હજાર પરિવાર પ્રાયોજિત ગ્રીનકાર્ડ જારી કરવામાં આવે છે. અમેરિકા ના નિયમો મુજબ અમેરિકી નાગરિક કોઈ બીજા દેશમાં રહેતા પોતાના પરિવાર જનને ગ્રીન કાર્ડ માટે નોમીનેટ કરી શકે છે. ગ્રીન કાર્ડ ફક્ત એવા લોકોને જ આપવામાં આવે છે જેમના પરિવાર ને અમેરિકાની નાગરિકતા મળેલી હોય.

ગ્રીન કાર્ડ નુ મહત્વ ખુબ જ છે કારણકે ગ્રીનકાર્ડ હોલ્ડરને અમેરિકા ની કાયદેસરની સ્થાયી નાગરિકતા નો દરંાે મળી જાય છે. જેના મારફત કોઈપણ વ્યિક્ત કાયદેસર રીતે અમેરિકામાં રહી શકે છે અને કામ કરી શકે છે નાગરિકતા મેળવવાનું આ પ્રથમ પગલું છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ વહીવટી તંત્ર દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે પરંતુ ડોનાલ્ડ પોતે પરિવાર પ્રાયોજિત ગ્રીન કાર્ડની વિરુદ્વ રહ્યા છે.

ડોનાલ્ડે અનેકવાર એમ કહ્યું છે કે અમેરિકાની નાગરિકતા મેળવી લીધા બાદ લોકો પોતાના સંબંધીઆેને પણ અહી બોલાવી લેતા હોય છે. ડોનાલ્ડે તેને ચેઇન ઇમિગ્રેશન કહ્યું છે અને હંમેશા આ આવા ગ્રીન કાર્ડ આપવાની ટીકા કરી છે પરંતુ વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી આ સિસ્ટમને ચાલુ જ રાખવા માંગે છે.