મોદી સરકારે તાજેતરમાં જીએસટી રજિસ્ટ્રેશનને લઈ કરાવેલી તપાસમાં 20 ટકા જીએસટી રજિસ્ટ્રેશન બોગસ હોવાનું બહાર આવ્યા બાદ કાર્યવાહી કરવાની દિશામાં સરકાર અને જીએસટી વિભાગ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત 6 મહિના સુધી જીએસટી રિટર્ન ફાઈનલ ન કરનારા લોકોનું રજિસ્ટ્રેશન રદ કરવા જઈ રહી છે. સરકારને આશંકા છે કેઆ જીએસટી ખાતાનો ઉપયોગ બનાવટી ક્લેઈમ હાંસલ કરવા માટે કરાયો છે. સૂત્રોએ કહ્યું કે આ પૈકીના મોટાભાગના ખાતાનો ઉપયોગચોરી અને તેનાથી મળેલી રકમને આમ-તેમ કરવા માટે કરવામાં આવ્યો હતો.
આશંકા વ્યક્ત કરાઈ રહી છેકે દેશભરમાં અંદાજે 11 લાખ જીએસટી રજિસ્ટ્રેશન ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના હેતુથી જ કરવામાં આવ્યા હતા. તપાસ દ્વારા એવો પણ ખુલાસો થયો છે કે આ પૈકીના મોટાભાગના ખાતાઆેનો ઉપયોગ બહુ આેછી વખત થયો છે. સાથે જ 6 મહિના અને તેનાથી પણ વધુ સમયથી રિટર્ન પણ ફાઈલ કરવામાં આવ્યું નથી.
આંકડાઓ અનુસાર કૌભાંડકારોએ પાંચેક હજાર ખાતા થકી જીએસટીની ચોરી કરી છે. આ ખાતાઆે દ્વારા સિસ્ટમને 10 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું નુક્સાન ગયું છે. બાકી ખાતાઓનો ઉપયોગ રકમને આમ-તેમ કરવા માટે કરવામાં આવ્યો હતો. દેશભરના જીએસટી કમિશનરોનું દિલ્હીમાં સંમેલન મળ્યું હતું. અહી અધિકારીઆેને આ મામલે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. સાથે જ એક શ્રેષ્ઠ રણનીતિ ઘડવા પણ અધિકારીઆેને આદેશ અપાયો હતો.