ઠાકરે સરકારના કોમન મીનીમમ પ્રોગ્રામમાં મહારાષ્ટ્રના વિકાસની ઝીણામાં ઝીણી રૂપરેખા, પહેલા પાને ખેડુતો અને સેક્યુલરીઝમને સ્થાન

મહારાષ્ટ્રમાં સરકાર બનાવતા પહેલા શિવસેના-એનસીપી અને કોંગ્રેસે તેમના જોડાણના નામની ઘોષણા કરીને કોમન મીનીમમ પ્રોગ્રામ જાહેર કરી દીધો છે. ત્રણેય પક્ષોએ મહાગઠબંધનનું નામ ‘મહા વિકાસ આઘાડી’ રાખ્યું છે.

આ કોમન મીનીમમ પ્રોગ્રામની શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ગઠબંધન બંધારણમાં જણાવેલા બિનસાંપ્રદાયિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ છે. આ સિવાય ખેડૂતો વિશે અનેક પ્રકારની ઘોષણાઓ કરવામાં આવી છે. શિવસેનાના નેતા એકનાથ ખડસેએ કહ્યું કે સામાન્યકોમન મીનીમમ પ્રોગ્રામ લઘુતમ કાર્યક્રમ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા હસ્તાક્ષર છે.

મહા વિકાસ અઘાડીની પ્રેસ કોન્ફરન્સમાં ખડસેએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતાની શંકાઓ હવે સમાપ્ત થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના ત્રણેય પક્ષો સરકાર રચવા સંમત થયા છે. તેમણે કહ્યું, શિવાજી પાર્કમાં શિવાજી મહારાજ અને શિવસેનાના સ્થાપક બાલા સાહેબ ઠાકરેની સાક્ષીમાં શપથવિધિ યોજાઈ છે. શિવાજી પાર્કમાં જ બાલ ઠાકરેનું સ્મારક છે.

કોમન મીનીમમ પ્રોગ્રામમાં શું છે?

ખેડુતો

 • પૂર અને કમોસમી વરસાદને કારણે ખેડુતોને થતી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે.
 • ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે.
 • પાક વીમા યોજનામાં ફેરફાર કરી જે ખેડુતોને નુકસાન થયું છે તેમને તાત્કાલિક મદદ સહાય અપાશે.
 • ખેડુતોને યોગ્ય ભાવ મળે તે માટે તાત્કાલિક પગલા લેવામાં આવશે.
 • દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠો સુવ્યવસ્થિત રહે તે માટે પાણી પુરવઠા વ્યવસ્થાની મરામત કરવામાં આવશે.

બેરોજગારી

 • મહારાષ્ટ્ર સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવશે.
 • શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ફેલોશિપ જાહેર કરવામાં આવશે.
 • નોકરીમાં સ્થાનિક યુવાનો માટે 80 ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવશે.

મહિલા

 • મહિલાઓની સલામતી એ આ સરકારની પહેલી પ્રાથમિકતા છે.
 • આર્થિક રીતે નબળા પરિવારોની બાળાને વિના મૂલ્યો શિક્ષણ અપાશે.
 • શહેરો અને જિલ્લા મથકોમાં કામ કરતી મહિલાઓ માટે છાત્રાલયો બનાવવામાં આવશે.
 • આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોનું માનદ વેતન વધારવામાં આવશે અને સુવિધાઓ વધારવામાં આવશે.
 • મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને, મહિલાઓને મદદ કરનારા સંસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે.

શિક્ષણ

 • રાજ્યમાં શિક્ષણના ધોરણને વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.
 • શ્રમિક વર્ગના બાળકો અને આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને શૂન્ય ટકાના દરે શિક્ષણ લોન આપવામાં આવશે.

શહેરી વિકાસ

 • શહેરી વિસ્તારોના રસ્તા સુધારવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના આધારે યોજના લાવવામાં આવશે.
 • નગર પંચાયત, મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તાઓના સમારકામ માટે અલગ ભંડોળની વ્યવસ્થા કરવામાં આવશે.
 • સ્લમ રિહેબિલિટેશન પ્રોગ્રામ અંતર્ગત, મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં 500 ચોરસ ફૂટના કાર્પેટ એરિયા વિના મૂલ્યે પૂરા પાડવામાં આવશે, જે અત્યાર સુધી 300 ચોરસ ફૂટ હતું.

આરોગ્ય

 • બધા નાગરિકોને સારી રીતે અને પોસાય તેવી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા એક રૂપિયાનું ક્લિનિક્સ શરૂ કરવામાં આવશે. આ ક્લિનિક્સ તાલુકા કક્ષાએ બનાવવામાં આવશે.
 • તમામ જિલ્લાઓમાં તબક્કાવાર રીતે સુપર સ્પેસ્ટીસિટી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
 • રાજ્યના તમામ નાગરિકો આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવશે.

ઉદ્યોગ

 • રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય પગલા લેવામાં આવશે અને પરવાનગી પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે.
 • આઇટી ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે નીતિ સ્તરે નોંધપાત્ર ફેરફાર કરવામાં આવશે.