રાજકોટ મહાનગરપાલિકાની બઘડાટી, પીઝામાં હલ્કું પનીર મળી આવતા ફટકારાયો આકરો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના અને ફૂડ શાખાના સ્ટાફ દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પીઝા પાર્લર્સમાંથી 14 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ પનીર અને હિંગના સેમ્પલનો રિપોર્ટ નબળો આવતા આ અંગે બે વેપારીઓને અનુક્રમે રુ.50,000 અને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો રાઠોડ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુનિવસિર્ટી રોડ પર વિલિયમ જોન્સ પિઝા, કાલાવડ રોડ પર યુએસ પિઝા, રામકૃષ્ણ નગર મેન રોડ પર લાપીનોઝ પીઝા, રેસકોર્સ રીંગરોડ પર સબવે, કાલાવડ રોડ પર નેપલ્સ પિઝા તેમજ ડોમિનોઝ પિઝા, 150 ફૂટ રીગરોડ પર રિલાયન્સ મોલની સામે પિઝા ઝોન તેમજ બિગ બજાર ની બાજુમાં આવેલા નેપલ્સ ફૂડ સહિતના પીઝા પાર્લરમાંથી વિવિધ પ્રકારના ચીઝ અને જોસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

વધુમાં ફૂડ સેફટી ઓફિસર અમિત પંચાલે  જણાવ્યું હતું કે લાખાજીરાજ રોડ પર આવેલી ભાવેશ નરેશભાઈ જાગનાણીની કિમી સેન્ટર નામની પેઢીમાંથી થોડા સમય પૂર્વે લુઝ પનીરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તે સેમ્પલને વડોદરા લેબોરેટરી ખાતે પરીક્ષણમાં મોકલતા પરીક્ષણોના અંતે એવું માલૂમ પડ્યું હતું કે ફેટ અને ક્રીમ કાઢી લીધા બાદ બનાવેલુ પનીર હતું.

આ પ્રકારના પનીરમાં જરુરી પોષકતત્વો હોતા નથી અને ખાનારને તેમાંથી મળવાપાત્ર કોઈપણ પ્રકારનું પોષણ મળતું નથી. લેબોરેટરી પરિક્ષણમાં ઉપરોક્ત સેમ્પલ સ્ટાન્ડર્ડ હોવાનો રીપોર્ટ આવતાં આ અંગે ફૂડ સેãટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા ના નિયમો અને જોગવાઈઓ અનુસાર રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેના અંતે ઉપરોક્ત વેપારી પાસેથી 50 હજારનો દંડ વસૂલવા હુકમ કરાતા તાત્કાલિક અસરથી દંડ વસૂલવામાં આવ્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે આ ઉપરાંત ભાવનગર રોડ પર આવેલી થા ઠા.અમીચંદ ભગવાનજીની પેઢીમાંથી 50 ગ્રામ પેકિંગના હિંગનો નમૂનો લઇ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો દરમિયાન હિંગના આ પેકિંગ પર ન્યુટ્રીશન વેલ્યુ સહિતની જરુરી વિગતો દશાર્વવામાં આવેલી ન હોય લેબોરેટરી પરીક્ષણ દરમિયાન સેમ્પલ મિસ બ્રાન્ડેડ જાહેર થયું હતું આથી રુપિયા 15 હજારનો દંડ વસૂલવા હુકમ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને તત્કાલ દંડની રકમ વસૂલવામાં આવી હતી.