ઈસરોએ ફરી ઈતિહાસ રચ્યો: કાર્ટોસેટ-3ની સાથે 13 સેટેલાઈટનું લોન્ચીંગ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ પોતાના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાર્ટોસેટ-3 ને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધો છે. કાર્ટોસેટ-3 સેટેલાઇટ ભારતીય સેના માટે ખૂબ મદદરૂપ સાબિત થવાનો છે. આ સૈન્ય જાસૂસી ઉપગ્રહને પીએસએલવી-સી47 દ્વારા તેની કક્ષામાં પહોંચાડવામાં આવ્યો. કાર્ટોસેટ-3ની સાથે જ અમેરિકાના 13 નેનો ઉપગ્રહને પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

કાર્ટોસેટ-3નો કેમેરા એટલો તાકાતવાન છે કે તે અંતરિક્ષથી જમીન પર 1 ફુટથી પણ ઓછું (9.84 ઈંચ)ની ઊંચાઈ સુધીની તસવીર લઈ શકશે. આ કેમેરા દ્વારા ખૂબ ઝીણી ચીજોને પણ સ્પષ્ટ રીતે જોઈ શકાશે. હવે ભારતીય સેનાઓ પાકિસ્તાનની નાપાક હરકતો અને તેમની આતંકવાદી ગતિવિધિઓ પર બાજ જેવી નજર રાખી શકશે. જરૂર પડતાં આ સેટેલાઇટની મદદથી સર્જિકલ કે એર સ્ટ્રાઇક પણ કરી શકાશે.

આ કાર્ટોસેટ શ્રેણીનો નવમો ઉપગ્રહ છે જેને શ્રીહરિકોટાસ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના સેક્ધડ લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવ્યો. ઈસરોએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, પીએસએલવી-સી47 અભિયાનના લોન્ચ માટે શ્રીહરિકોટામાં આજે સવારે 7:26 વાગ્યે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું

ડિફેન્સ એક્સપટ્ર્સનો દાવો છે કે, હજુ સુધી આટલી ચોકસાઈ વાળો સેટેલાઇટ કેમેરા કોઈ દેશે લોન્ચ નથી કર્યો. અમેરિકાની ખાનગી સ્પેસ કંપ્ની ડિજિટલ ગ્લોબનો જિયોઆઈ-1 સેટેલાઇઠ 16.14 ઈંચની ઊંચાઈ સુધીની તસવીરો લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક માટે કાર્ટોસેટ સેટેલાઇટની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત વિભિન્ન પ્રકારના હવામાનમાં પૃથ્વીની તસવીરો લેવામાં સક્ષમ છે. પ્રાકૃતિક આપત્તિઓમાં મદદ કરશે.