ખુશ ખબર: દવાઓ થશે સસ્તી, ભાવ કાબૂમાં લેવા ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરાઈ

ભાવ નિયંત્રણ બહારની તમામ દવાઓ માટે 30 ટકા ટ્રેડ માર્જિનની મર્યાદા નકકી કરવા સ્થાનિક દવા ઉદ્યોગ અને ટ્રેડ સહમત થયા છે. તેનાથી ભારતમાં આ ફોમ્ર્યુલેશનના ભાવમાં 80 ટકા સુધી ઘટાડો થશે. શુક્રવારે દવા ઉદ્યોગના નિયમનકાર, ફાર્મા લોબી અને ઈન્ડસ્ટ્રીના એસોસિયેશનની બેઠક મળી હતી. અન્ય દરખાસ્તોની તુલનામાં 30 ટકા ટ્રેડ માર્જિન કંપની દરખાસ્ત મંજૂર રાખવામાં આવી હતી. અન્ય એક દરખાસ્ત ભાવ નિયંત્રણ હેઠળ દવાઓ સહિત તમામ દવાઓ પર 100 ટકા ટ્રેડ માર્જિન લાદવાની હતી.

ઈન્ડિયન ડ્રગ મેન્યુફેકચરર્સ એસોસિયેશન (ઈડમા)ના પ્રમુખ દીપનાથ રોય ચૌધરીએ જણાવ્યું કે, ટ્રેડ માર્જિનમાં ઘટાડો કરવાના સિધ્ધાંત સાથે અમે સહમત જીએ. કેન્સરની દવામાં ટ્રેડ માર્જિન 30 ટકાએ નકકી કરવામાં આવ્યું છે તેનાથી અમે સહમત છીએ. અન્ય પ્રોડકટમાં પણ તે લાગુ કરવાનું હોય તો તે તબકકાવાર કરવું જોઈએ.

આ હિલચાલથી વાકેફ બે સૂત્રોએ કહ્યું કે, તમામ ભારતીય અને મલ્ટીનેશનલ ફાર્મા લોબી ટ્રેડ માર્જિનને 30 ટકાના સ્તરે ફિકસ કરવાનો મત ધરાવતા હતા. સ્ટોકિસ્ટ માટે આ માર્જિન 43 ટકા જેટલું થાય છે. આ પગલાંથી જેનરિક ડિવિઝન ધરાવતી સન ફાર્મા, સિપ્લા અને લુપિન જેવી ફામાર્ કંપનીઓને અસર થવાની શકયતા છે. તેમણે દવાની એમઆરપીમાં ઘટાડો કરવો પડશે. નવું મોડલ લાગુ કરવામાં આવશે ત્યારે તેનાથી વિટામિન ડી અને એન્ટિબાયોટિકસ સહિતની અનેક દવાઓ પર વિશાળ અસર પડશે.

ભારતમાં દર વર્ષે  1 લાખ કરોડની દવા વેચાય છે જેમાં નોન-શિડયુલ્ડ અથવા પ્રાઈસ કન્ટ્રોલ બહારની દવાઓનું બજાર 10,000 કરોડ રૂપિયાનું છે.

મેનકાઈન્ડ ફામાર્ના સીએમડી આર.સી. જુનેજાએ ટ્રેડ માર્જિન 30 ટકા સુધી સીમીત રાખવાના પગલાંને ગ્રાહક તરફી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે દવા ઉદ્યોગ પણ આ પગલાંને ટેકો આપે છે.

  •  ભારતમાં દર વર્ષે  1,00,000 કરોડ રૂપિયાની દવા વેચાય છે
  • જેનરિક ડિવિઝન ધરાવતી સન ફાર્મા, સિપ્લા અને લુપિને એમઆરપીમાં ઘટાડો કરવો પડશે.
  • નવા મોડલથી વિટામીન ડી, એન્ટિબાયોટિકસ સહિતની અનેક દવાઓ પર ભારે અસર પડશે.