PM મોદી-અમિત શાહ માટે ખતરાની ઘંટી: ભાજપનાં હાથમાંથી સરકી રહેલા મોટા રાજ્યો, જ્યાં હાલ ભાજપનું રાજ છે તેવા રાજ્યો

મહારાષ્ટ્રમાં ભાજપની બૂરી વલે થઈ છે. સોશિયલ મીડિયાથી લઈને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ભાજપના ચાણક્ય પર બીજા પક્ષોના ચાણક્ય વધુ બાહુબલિ પુરવાર થઈ રહ્યા છે. દેશમાં ઝડપથી રાજકીય સ્થિતિ કરવટ બદલી રહી છે. ભાજપ પાસે હાલ નાના-મોટા મળીને 16 રાજ્યોમાં સત્તા છે. જ્યારે દેશના રાજકારણમાં હંમેશ પરિવર્તન લાવનારા રાજ્યો ભાજપના હાથમાંથી એક પછી એક સરકી રહ્યા છે. એક માત્ર યુપી જેવા મોટા રાજ્યમાં ભાજપ પાસે મલબખ સત્તા છે. જ્યાર કર્ણાટક અને ગુજરાતમાં સરકારો અડીખમ છે. કર્ણાટકના રાજકીય ઘમાસાણનો પણ દેશ સાક્ષી બન્યો છે અને ત્યાં કેવી રીતે સત્તા હાંસલ કરાઈ છે તે દેશ જાણે છે. ભાજપ પાસે મોટા રાજ્યોની વાત કરીએ તો યુપી, ગુજરાત, કર્ણાટક અને આસામ છે. બિહારમાં ભાજપ સત્તામાં ખરો પણ કમાન નીતિશ કુમારના હાથમાં છે.

ભાજપ પાસે રહેલા રાજ્યો…

 • અરૂણાચલ પ્રદેશ (ગંઠબંધન-જેડીયુ-એનપીપી)
 • આસામ (ભાજપ વત્તા એજીપી-બીપીએફ)
 • બિહાર (જેડીયુ વત્તા ભાજપ-એલજીપી, સીએમ જેડીયુના છે)
 • ગોવા ( ભાજપ)
 • ગુજરાત ( ભાજપ એકલે હાથે)
 • હરિયાણા(ભાજપ વત્તા જેપીપી-ગઠબંધન)
 • હિમાચલ પ્રદેશ (ભાજપ)
 • ઝારખંડ ( ભાજપ-એજેએસયુ)
 • કર્ણાટક (ભાજપ)
 • મણિપુર (ભાજપ વત્તા એનપીપી અને એલજીપી)
 • મેઘાલય (એનપીપી, યુડીપી,પીડીએફ,એચએસપીડીપી, ભાજપ,એનસીપી)
 • મિઝોરમ (એમએનએફ વત્તા ભાજપ)
 • નાગાલેન્ડ (એનડીપીપી વત્તા ભાજપ)
 • ત્રિપુરા (ભાજપ વત્તા આઈપીએફટી)
 • ઉત્તર પ્રદેશ ( ભાજપ વત્તા એડી(એસ) અને નિષાદ)
 • ઉત્તરાખંડ (ભાજપ)