મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર, ઉદ્વવ ઠાકરે લેશે ગુરુવારે શપથ, PM મોદી કહી આ મોટી વાત

પાછલા એક મહિનાથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય યુદ્વ અટકવાનું નામ નથી લેતું. શિવસેના, ભાજપ અને એનસીપીના સંયુક્ત નેતા તરીકે આજે સાંજે ઉદ્વવ ઠાકરેને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. 28મી નેવમ્બરે એટલે કે ગુરુવારે ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.  મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારની પ્રથમ વ્યક્તિ સરકારમાં ઉચ્ચ સ્થાને બેસી રહી છે. નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્વવ ઠાકરે પીએ મોદી માટે કહ્યું હતું કે તેઓ મારા મોટા ભાઈ છે અને તેમને મળવા માટે દિલ્હી અવશ્ય જઈશ.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકેથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા ઉપ-મુખ્યમંત્રી અજીત પવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બીજી તરફ એનસીપી, કૉંગ્રેસ અને શિવસેનાના વરિષ્ઠ નેતાઓની સોફિટેલ હોટલમાં બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન એક મોટો નિર્ણય લેવાયો હતો. બેઠક દરમિયાન એનસીપી ચીફ શરદ પવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીના નેતા જાહેર કર્યા છે. આ દરમિયાન શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે આ મારો આદેશ છે અને તમારે તેને માનવો જ પડશે.

ઉલ્લેખનીય છે કે ગઠબંધનની શરુઆતથી જ શરદ પવાર સતત ઉદ્ધવનું નામ મહાવિકાસ અઘાડીના નેતા તરીકે આગળ કરતા આવ્યા છે. આ રીતે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનના નેતા પસંદ થાય તે નક્કી છે.શરદ પવારે આ દરમિયાન કહ્યું કે આ સંબંધમાં એનસીપી-કૉંગ્રેસ અને શિવસેના ધારાસભ્યોની બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં ત્રણેય પાર્ટીઓના ધારાસભ્યોને મહાવિકાસ અઘાડીના નેતા ઉદ્ધવને બનાવવાના નિર્ણયની જાહેરાત કરી દેવામાં આવશે.શિવસેના બીજેપી સાથે ગઠબંધનથી અલગ થયા પછી એનસીપી અને કૉંગ્રેસે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનાવવાની કરી હતી. હવે શરદ પવારે ઔપચારિક રીતે તેની જાહેરાત પણ કરી દીધી છે.સીએમ પદ પરથી રાજીનામું આપ્યા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, અમે આશા છે કે નવી સરકાર સારું કામ કરશે. અમે વિપક્ષના રૂપમાં પોતાનું કામ કરીશું.

તેમણે કહ્યુ કે, શિવસેના નેતા લાચારીમાં સોનિયા ગાંધીની સામે નતમસ્તક થઈ રહ્યા છે. તેઓએ કહ્યુ કે, ત્રણ પૈડાવાળી સરકાર ચલાવવી ઘણી મુશ્કેલ છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, શિવસેના તે વાયદાઓ લઈને જીદ પર ઉતરી હતી જે અમે ક્યારેય કર્યા નહોતા. ફડણવીસે કહ્યુ કે, બીજેપીએ પહેલા જ કહ્યું હતું કે તેઓ હૉર્સ ટ્રેડિંગ નહીં કરે. અમારી પર જે હૉર્સ ટ્રેડિંગના આરોપ લગાવે છે તઓ આખો તબેલો જ ખરીદી લે છે.