પેટ્રોલ પંપ માટે સરકાર જાહેર કરી નવી નીતિ, હવે આટલું કરશો તો જ મળશે પેટ્રોલ પંપની મંજુરી

સરકારે મંગળવારે ઈંધણ ક્ષેત્રે નવી ઉદારીકૃત ખુદરા નીતિ જાહેર કરી છે. જેના હેઠળ ઈંધણના છૂટક વેચાણના ક્ષેત્રમાં ઉતરતી કંપનીઓને દેશભરમાં ઓછામાં ઓછા 100 પેટ્રોલ પંપ લગાવવા પડશે અને તેમાંથી પાંચ ટકા પેટ્રોલ પંપ દૂરનાં વિસ્તારોમાં સ્થાપિત કરવાની પણ શરત રાખવામાં આવી છે. સરકારે ગત મહિને જ કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલવાનાં નિયમોમાં ઢીલ આપી હતી.

સરકારે ગેર પેટ્રોલિયમ કંપનીઓનાં આ ક્ષેત્રમાં ઉતરવા માટે અનુમતિ આપી દીધી છે. નવી નીતિ પ્રમાણે દેશમાં પેટ્રોલ પંપનું લાયસન્સ મેળવવા માટે સંશોધિત પ્રાવધાનો હેઠળ સંબંધિત કંપનીઓને ન્યુનતમ 100 પેટ્રોલ પંપ લગાવવા પડશે, જેમાં ઓછામાં ઓછા પાંચ ટકા પેટ્રોલપંપ રિમોટ એરિયામાં સ્થાપિત કરવા પડશે.

એક રાજપત્ર અધિસૂચનામાં પેટ્રોલ પંપ લગાવવાને લઈ સંશોધિત પ્રાવધાનોની જાણકારી આપી છે.જે હેઠળ લાયસન્સ મેળવનાર કંપનીને પેટ્રોલ પંપ પરિચાલન શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર સીએનજી, બાયો ફ્યુલ, એલએનજી, ઈલેકટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન વગેરે જેવાં વૈકલ્પિક માધ્યમોમાંથા કોઈપણ એક સુવિધા લગાવવી પડશે. આ પહેલાં પેટ્રોલ પંપ લાયસન્સ મેળવવા માચે એક કંપનીને પેટ્રોલિયમ ક્ષેત્રમાં બે હજાર કરોડનું રોકાણ કરવાની શરત રાખવામાં આવી હતી.

અધિસૂચના અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદકોને ખુદરા માર્કેટિંગનું લાયસન્સ માટે આવેદન કરતા સમયે કંપનીનું ન્યુનતમ નેટવર્થ 250 કરોડ હોવી જરૂરી છે. સરકારે પેટ્રોલ પંપ મેળવવાનું આવેદન ફી 25 લાખ રૂપિયા નક્કી કરી છે.