શરદ પવાર નહીં આ યુવા નેતાએ ભાજપ અને અજિત પવારનો ખેલ બગાડ્યો

રાજકારણમાં પાર્ટી ભલે પરિવાર ગણાય છે પરંતુ ક્યારેક રાજકારણ પારિવારિક સંબંધો તરફ પણ જોતુ નથી. અને આવું જ કંઈક મહારાષ્ટ્રના રાજકારણમં બન્યુ છે. અને કોઈ પ્રકારની શક્યતા જોવાતી ન હતી તેમ છતાં ફરી ફડણવીસ સરકાર બની અને ગઈ પણ.

જોકે મહારાષ્ટ્રમાં રાતોરાત આવેલા રાજકીય ભૂકંપ પાછલ બે ભત્રીજાઓએ મહત્વની મહત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. જેમાં અજિત પવાર 80 કલાકમાં નાયબ મુખ્યમંત્રી બની ૯ કેસોમાં ક્લિનચીટ મેળવી એનસીપીમાં ઘરવાપસી કરી લીધી છે. કાકાને ઓવરટેક કરી ભાજપ સાથે ગઠબંધન કરી નાયબ મુખ્યમંત્રી બની જનાર અજીત પવાર એ ભૂલી ગયા હતા કે શરદ પવાર રાજકારણના અઠંગ ખેલાડી ગણાય છે. જેના માટે સંજય રાઉતે પણ કહ્યું હતું કે, પવારને સમજવા ૧૦૦ જન્મ લેવા પડે. અમિત શાહ અને મોદીની રાજનીતિને ચેલેન્જ કરનાર આ રાજકારણીએ 80 કલાકમાં જ ભાજપ સરકારને ઘરભેગી કરી દીધી છે. જેમાં સૌથી મોટો રોલ એ ધનંજય મુંડેનો છે.

ધનંજય મુંડે એક એવો નેતા હતો જેને એનસીપીના ધારાસભ્યોને પોતાના ઘરે બોલાવ્યા હતા. જે અજીત પવાર સાથે શપથવિધીમાં પણ હાજર હતો. મહારાષ્ટ્રના રાજકારણમાં એ ચર્ચા હતી કે, ધનંજય મુંડેને કારણે અજીત પવારે આ સાહસ કર્યું છે. ભાજપ અને પવાર વચ્ચે આ કડી હતો.શરદ પવારે સૌથી મોટી સોગઠી એ મારી કે તે દિવસે સાંજની મીટિંગમાં ધનંજય મુંડે સામેથી એનસીપીની મીટિંગમાં હાજર થઈ ગયો. ધનંજય મુંડેએ અજીત પવારનો સાથ છોડી દેતાં ધીમેધીમે અનેસીપીના નેતાઓ પાર્ટીમાં ચૂપચાપ જોડાઈ ગયા. ધનંજય મુંડે એ એનસીપીનો કદાવર નેતા ગણાય છે.

ભાજપ અને એનસીપી વચ્ચે સરકાર બનાવવામાં ભાજપના વરિષ્ઠ નતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડેનું નામ ચર્ચાઈ રહ્યુ છે. ભાજપ સાથે સરકાર બનાવવામાં ધનંજય મુંડેએ જ અજીત પવારને રાજી કર્યા હતા. જેને ભાજપ સરકારની કેબિનેટ મંત્રી પંકજા મુંડેને હરાવી છે. એક ભાઈએ બહેનને ઘરે બેસાડી દીધી છે.

એનસીપી નેતા ધનંજય મુંડેએ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાત અંગે કોઈને ખબર સુધ્ધા પડી ન હતી. એમ પણ મનાય છે કે.ધનંજય મુંડેની ફડણવીસ સાથેની બેઠકમાં જ સરકાર બનાવવાને લઈને નિર્ણયો લેવાયા હતા.ધનંજય મુંડેની પિતરાઈ એક બહેન પંકજા મુંડે ફડણવીસ સરકારમાં પ્રધાન પદે રહી છે. તેઓ ભાજપા વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે. પવારે આ ધનંજય મુંડેને અજીત પવારથી દૂર કરી દઈ સૌથી મોટી સોગઠી મારી હતી. ભાજપ પણ એ ટેન્શનમાં મૂકાઈ હતી કે હવે ૫૧ ધારાસભ્યોની ગોઠવણ ક્યાંથી થશે. શરદ પવાર જાણતા હતા કે, ધનંજય મુંડે વિના અજીત પવાર એનસીપીમાંથી ધારાસભ્યો લઈ જઈ શકશે નહીં.

ધનંજય મુંડે એ જ એનસીપીના કેટલાક ધારાસભ્યોને ભાજપ સાથે સરકાર બનાવવા માટે રાજી કર્યા હતા.અને આમ ગોપીનાથ ભત્રીજાના ભત્રીજા ધનંજય મુંડે અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે જ ફડણવીસને ફરી વખત મહારાષ્ટ્રના સીએમ પદની ખુરશી પર બેસવા મહત્વની ભૂમિકા ભજવી હતી પણ ધનંજયે પાટલી બદલી લેતાં ભાજપની સરકાર ઘરભેગી થઈ ગઈ છે. અજીત પવાર માટે નુક્સાન એ છે કે, તેઓ પાર્ટીમાં કોરાણે થઈ ગયા છે. એક તબક્કે ઉપ મુખ્યમંત્રીના પદના દાવેદારને મંત્રીપદ મળશે કે કેમ એ હવે ચર્ચાનો વિષય છે.