બ્રેકીંગ ન્યૂઝ: ફડણવીસની મોટી જાહેરાત, ફ્લોર ટેસ્ટ પહેલાં જ સીએમ પદેથી આપશે રાજીનામું

સુપ્રીમ કોર્ટ દ્વારા આવતીકાલે પાંચ વાગ્યા સુધીમાં બહુમતિ પુરવાર કરવાનો આદેશ આપવામાં આવ્યા મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે અને અનેક પ્રકારની નાટકીય ઘટનાઓ બની રહી છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય મીટીંગ કરી હતી. મીટીંગ બાદ દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ કરી હતી. આ પહેલાં ફડણવીસને સરકાર બનાવવામાં મદદ કરનારા અજિત પવારે ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે.

ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં યુતિને સંપૂર્ણ બહુમતિ આપી હતી. જનાદેશ ભાજપને આપવામાં આવ્યો હતો. ભાજપને 70 ટકા સીટો મળી છે. મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અમિત શાહે અનેક વખત કહ્યું હતું.  ભાજપ સાથે ચર્ચા કરવાના બદલે શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે ચર્ચા કરી હતી. અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ અંગે કોઈ ફોર્મ્યુલા નક્કી કરાઈ ન હતી.

તેમણે કહ્યું કે રાજ્યપાલે પ્રથમ વખત બોલાવ્યા તો આંકડા ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યા બાદ પણ સરકાર રચવાના પ્રયાસો સતત ચાલી રહ્યા હતા. વિરોધાભાસી પક્ષો સાથે આવી છે અને કોમન મીનીમમ પ્રોગ્રામ બનાવવાની કોશીશ કરી સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી હતી. અજિત પવાર સાથે સ્થિર સરકારની ચર્ચા કરી અને તેમણે અમેન પત્ર આપ્યો હતો. પણ આજે અજિત પવારે મને રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે અમારી પાસે બહુમત નથી.

તેમણે કહ્યું કે પત્રકાર પરિષદ બાદ રાજ્યપાલને મળીને રાજીનામું આપી દઈશ. જે સરકાર બનાવી રહ્યા છે તેમને મારી શૂભકામના છે. ત્રણેય પક્ષો માત્ર ભાજપ વિરુદ્વ સાથે થયા છે.