ભાજપ સરકારના વળતા પાણી, અજિત પવારે સાથ છોડ્યો, ડેપ્યુટી સીએમ પદેથી આપ્યું રાજીનામું

સુપ્રીમ કોર્ટ દ્વારા આવતીકાલે પાંચ વાગ્યા સુધીમાં બહુમતિ પુરવાર કરવાનો આદેશ આપવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્યો અને ભાજપના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય મીટીંગ કરી હતી. સૌથી મહત્વની નાટકીય ઘટના ક્રમમાં એનસીપાના બાગી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપ દીધું છે. અજિત પવારે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું આપી દીધું હતું.

પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવે તે પહેલાં મહારાષ્ટ્રના રાજકારમાં ભારે ઉથલપાથલ ચાલી હતી. એનસીપીના બાગી નેતા અજિત પવારને મનાવવાની ભરપૂર કોશીશો કરવામાં આવી હતી. એનસીપીમાં ફેમિલી ડ્રામા સાથે પોલિટીકલ ડ્રામા સર્જાયો હતો. અજિત પવારની ઘર વાપસીની તૈયારી કરવામાં આવી હતી.

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનો કાર્યભાર અખ્ત્યાર કર્યો હતો પણ અજિત પવારે ડેપ્યુટી સીએમનો કાર્યભાર સંભાળ્યો ન હતો. આ ઉપરાંત શરદ પવારના કેમ્પમાં 51 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે ગઈ રાત્રે કોંગ્રેસ,એનસીપી અને શિવસેનાએ સંયુક્ત રીતે 162 ધારાસભ્યો સાથેનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને દાવો કર્યો હતો કે બહુમતિ ગઠબંઘન પાસે છે. અજિત પવાર-દેવેન્દ્ર ફડણવીસ પાસે બહુમતિ નથી. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસે પાસે રાજીનામું આપ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

અજિત પવારની ઘર વાપસી થતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના તમામ નેતા આજદિન સુધી કહી રહ્યા હતા કે ફ્લોર ટેસ્ટમાં વિશ્વાસ મત હાંસલ કરીશું. પણ અજિત પવારે રાજીનામું આપીને ભાજપને ફિક્સમાં મૂકી દીધો છે અને ભાજપની સ્થિતિ રમૂજી બની ગઈ છે.