ડાયરામાં સૂરતાલ ન મળતાં ગાયકની ધોલાઈ, પછી થયો હંગામો, વધુ શું થયું જાણો

લોક સંગીતના કાર્યક્રમમાં ગાયકે સંગીતકારો સાથે તાલ નહીં મેળવતા સ્ટેજ પર ગાયકને માર મારવામાં આવ્યો હતો. લોકો એટલા ગુસ્સે થયા કે ગાયકને ધોઈ નાંખ્યો હતો. આ રીતે માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ખરેખર, ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ ગાયક દારૂ પીધા પછી કાર્યક્રમમાં આવ્યો હતો, જેના કારણે તેના સૂર હાલી ગયા હતા. આના કારણે લોકો ગુસ્સે થયા. તે જ સમયે, સફેદ શર્ટ પહેરેલો એક વ્યક્તિ સ્ટેજ પર ગાયક પાસે પહોંચ્યો અને થોડી વાતો કર્યા પછી, એક પછી એક તેને થપ્પડ મારી દીધા.

અહેવાલમાં જણાવ્યા મુજબ લોકો ગુસ્સે હતા કે દારૂ પીધા પછી ગાયક ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો હતો, જેના કારણે તેનાથી બરાબર સીંગીંગ કરી શક્યો ન હતો.

સ્ટેજ પર ચઢ્યા પછી, એક વ્યક્તિએ થપ્પડ માર્યા બાદ ત્યાં હંગામો શરૂ થયો, ત્યારબાદ વધુ લોકોએ ગાયકને માર મારવાનું શરૂ કર્યું.

લોકોએ માર માર્યા પછી ગાયકે ગાવાની ના પાડી અને સ્ટેજ પરથી વિદાય લીધી. કાર્યક્રમમાં હંગામો જોયા બાદ તેને રોકી દેવામાં આવ્યો હતો. જો કે હવે આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.