ભાજપને સમર્થન આપતા લેટરમાં અજિત પવાર શું લખ્યું હતું? સિક્રેટ આવ્યું બહાર

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણમાં અજિત પવારના એક લેટર પર આખો ખેલ કરવામાં આવ્યો છે. અજિત પવાર આ લેટરમાં શું લખ્યું હતું તેની ચર્ચા થઈ રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન લેટર પરનું સિક્રેટ બહાર આવ્યું છે.

અજિત પવારે લેટરમાં લખ્યું હતું કે રાજ્યમાં વધુ સમય રાષ્ટ્રપતિ શાસન લાગુ ન થાય તેવી મારી ઈચ્છા છે અને આના માટે હું ભાજપને સત્તા સ્થાપિત કરવા માટે સમર્થન આપું છું. હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો વિધાનસભા પક્ષનો નેતા છું અને મારી સાથે પાર્ટીના 54 ધારાસભ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડ્વોકેટ તુષાર મહેતાએ આ લેટર વાંચ્યો હતો. લેટર મરાઠીમાં હતો તેનો હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો.