ક્લાકોની મહેનત બાદ પણ અજિત પવાર માન્યા નહીં, ભૂજબળ બોલ્યા, ફરી મળીશું

મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાઓ સતત બદલાતી રહે છે. એનસીપીનો સાથે છોડી ભાજપ સાથે હાથ મેળવનારા અજિત પવારને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સોમવારે એનસીપીના નેતા છગન ભુજબળ સહિતના અનેક નેતાઓએ અજિત પવારને મનાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ એનસીપી નેતા છગન ભુજબળ બહાર નીકળ્યા ત્યારે તેઓ પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયા હતા.

સોમવારે સવારે એનસીપીના નેતા જ્યારે અજિત પવારને મનાવવા પહોંચ્યા ત્યારે અજિત પવારને પરત ફરવાનું કહ્યું હતું. સૂત્રોની માનીએ તો એનસીપી નેતાઓએ અજિત પવારને કહ્યું કે ફ્લોર ટેસ્ટ થશે તો તેમની હાર થશે. અજિત પવાર એનસીપીમાં પરત ફરે જેથી કરીને પરિવાર અને પાર્ટી પર તેની કોઈ અસર ન પડે.

તમને જણાવી દઈએ કે અજીત પવારને ડેપ્યુટી સીએમ તરીકેનો કાર્યભાર સંભાળવા મંત્રાલય જવાનું હતું પણ તેઓ ગયા ન હતા. જ્યારે સીએમ ફડણવીસે કાર્યભાળ સંભાળી લીધો છે.

અજીત પવારની મુલાકાત બાદ છગન ભુજબલે કહ્યું કે ચર્ચા કરવામાં આવી અને કોઈ રસ્તો નીકળશે એવી આશા છે. ભજબળને પૂછવામાં આવ્યું કે અજિત પવારને પાર્ટીમાંથી કેમ બહાર કાઢવામાં આવી રહ્યા નથી તો તેમણે કહ્યું કે આ અંગે એનસીપી ચીફ શરદ પવારનું ધ્યાન દોરવામાં આવશે અને અજિત પવાર સાથે ફરી વાર મીટીંગ કરવામાં આવશે.

અજિત પવારને મનાવવા માટે પહેલાં છગન ભૂજબળ ગયા ત્યાર બાદ જયંત પાટીલ, દિલીપ વાલસે સહિતના નેતાઓ પહોંચ્યા હતા. જોકે, અત્યાર સુધી શરદ પવારે અજિત પવાર સાથે વાત કરી નથી. બન્ને તરફથી ટવિટર પર જંગ જામ્યો છે.