બિન સચિવાલય ક્લાર્ક માટે હવે આટલું એજ્યુકેશન ફરજિયાત, જાણો ગુજરાત સરકારનો નવા આદેશ વિશે

રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડીને બિનસચિવાલયની લાયકાત ફરજિયાત કરી છે, અને મહત્તમ વયમર્યાદા 35 વર્ષની કરવામાં આવી છે.

બિનસચિવાલય ક્લાર્કની 17 નવેભ્બરે લેવાયેલી પરીક્ષામાં અગાઉ સરકારે ગ્રેજ્યુએટની ડીગ્રી ફરજિયાત રાખી હતી, પણ વિરોધ થતાં રાજ્ય સરકારે નિર્ણય પાછો ખેંચીને બિનસચિવાલય ક્લાર્કમાં ધોરણ 12 પાસની લાયકાત નિયત કરી હતી.

હવે રાજ્ય સરકારે પાછો ખેંચલો નિર્ણય ફરી અમલી કરતા ર૦ મી નવેમ્બરે નોટીફિકેશનની જાહેરાત કરી છે કે, બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં હવે પછી ગ્રેજ્યુએટની લાયકાત ફરજિયાત રહેશે. રાજ્ય સરકારે હવે આગામી સમયની જરૃરિયાતને ધ્યાનમાં રાખીને ક્લાર્ક તરીકેની ધો. 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએટ કરી દીધી છે. બિનસચિવાલય ક્લાર્કની તાજેતરમાં હાથ ધરાયેલી ભરતીમાં ધો. 12 પાસની લાયકાત હતી. હવે બિનસચિવાલય ક્લાર્ક તરીકેની લાયકાત ગ્રેજ્યુએટની રહેશે.

આ ઉપરાંત બિનસચિવાલય ક્લાર્ક તરીકેની નિમણૂક ડાયરેક્ટ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરાઈ છે એટલે કે પ્યુનમાંથી પ્રમોશન આપીને નિમણૂક કરવાની પ્રથાને પણ માન્ય ગણાઈ નથી. ક્લાર્ક તરીકે પસંદ થવા મહત્તમ વયમર્યાદા ૩પ વર્ષની રહેશે તેવી સ્પષ્ટતા પણ જાહેરનામામાં કરી છે. આ ઉપરાંત ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુમેન્ટ (જનરલ) રૃલ્સ, ૧૯૬૭ પ્રમાણે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ આવશ્યક છે. ગુજરાતી અને અંગ્રેજીમાં ડેટા એન્ટ્રી દર કલાકે પાંચ હજાર અક્ષર ટાઈપ કરી શકે તેવી સ્પીડ પણ હોવી જોઈએ.

ફિલ્ડ સ્ટાફ જેવી કે, પોલીસ સહિતની વિવિધ પરીક્ષાઓ માટે હજુ લાયકાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં બિનસચિવાલય ક્લાર્ક તરીકેની ભરતી માટે ગ્રેજ્યુએટની લાયકાત સુધારવામાં આવી છે. આથી આ માત્ર બિનસચિવાલય માટે જ છે. અન્ય કોઈ વિભાગ કે ફીલ્ડ માટે આ જાહેરનામું લાગું પડતું નથી.