SCમાં થયો ખુલાસો: ફડણવીસને બહુમતિ 30 નવેમ્બર નહીં પણ 7મી ડિસેમ્બર સુધી સાબિત કરવાની છે

મહારાષ્ટ્રની રાજકીય લડત અટકી નથી. સોમવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માંગ કરવામાં આવી હતી. જોકે હવે કોર્ટ મંગળવારે ચૂકાદો આપશે.

સોમવારે કોર્ટમાં સામ-સામે જોરદાર દલીલો થઈ હતી અને ભાજપ-અજીત પવાર વતી હાજર રહેલા વકીલોએ ફ્લોર ટેસ્ટમાં ઉતાવળ ન કરવા જણાવ્યું હતું. સામ-સામી દલીલો દરમિયાન બહાર આવ્યું છે કે ફડણવીસને બહુમતી સાબિત કરવા માટે રાજ્યપાલ દ્વારા 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. અગાઉ રાજકીય કોરિડોરમાં ચર્ચા હતી કે ફ્લોર ટેસ્ટ 30 નવેમ્બરના રોજ યોજાવાનો છે.

દેવેન્દ્ર ફડણવીસની હાજરી આપી રહેલા મુકુલ રોહતગીએ કોર્ટને અપીલ કરી છે કે ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. તેમણે માંગ કરી છે કે પહેલા પ્રોટેમ સ્પીકરની પસંદગી થવી જોઈએ, ત્યારબાદ ધારાસભ્યોની શપથ લેવાય, ત્યારબાદ સ્પીકરની ચૂંટણી થાય, રાજ્યપાલનું અભિભાષણ અને આખરે ફ્લોર ટેસ્ટ થાય.

આ સાથે જ મુકુલ રોહતગીએ પણ કોર્ટને કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસને બહુમતી સાબિત કરવા રાજ્યપાલ વતી 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે અત્યાર સુધી આ ચર્ચા ચાલી રહી હતી કે 30 નવેમ્બરના રોજ ફ્લોર ટેસ્ટ થઈ શકે છે, પરંતુ હવે આ વાત પહેલીવાર આ બાબતે ખુલાસો થયો છે.

કોંગ્રેસ-એનસીપી-શિવસેના વતી  કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં  દલીલો કરી હતી. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આવા ઘણા કેસોમાં સુપ્રીમ કોર્ટે 24 કલાક અથવા 48 કલાકમાં બહુમતી સાબિત કરવા કહ્યું હતું, આ કિસ્સામાં પણ આવું જ થવું જોઈએ. સિંઘવીએ કહ્યું કે ફ્લોર ટેસ્ટ પર બધું સાબિત થશે.