હેં, આટલી મોટી કિડની હોય કે? વિશ્વની સૌથી મોટી કિડનીનું ઓપરેશન કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દિલ્હીની હોસ્પિટલમાં ડોકટરોએ ઓપરેશન કર્યું હતું અને 56 વર્ષીય વ્યક્તિના શરીરમાંથી 7.4 કિલોની કિડની કાઢવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વિશ્વની સૌથી મોટી

કિડની છે. હોસ્પિટલના અધિકારીઓએ સોમવારે આ સંદર્ભે માહિતી આપી છે. સર ગંગા રામ હોસ્પિટલના યુરોલોજી કન્સલ્ટન્ટ ડો.સચિન કથુરિયાએ જણાવ્યું હતું કે કિડની એટલી મોટી હતી કે તેને લગભગ દર્દીના પેટને ઘેરી લીધું હતું. બે કલાકની શસ્ત્રક્રિયા બાદ કિડનીને દૂર કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “આ રીતે  કિડનીનું વજન બે નવજાત બાળકોના કુલ વજન કરતા વધારે હતું.

સામાન્ય કિડનીનું વજન લગભગ 120-150 ગ્રામ હોય છે. જે કિડનીને દૂર કરવામાં આવી હતી તેનું કદ 32 x 21.8 સે.મી. હતું. ડોક્ટકો કહે છે કે વિશ્વનો આ પહેલો કેસ છે જેમાં આટલી મોટી કિડનીને દૂર કરવામાં આવી હોય. ડો.કથુરિયાએ કહ્યું, ઓપરેશન પહેલાં અમે જાણતા હતા કે કિડની મોટી છે પરંતુ અમને હજી સુધી વિશ્વાસ નથી બેસતો આ કિડની આટલી મોટી હતી.

ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલા વિશ્વની સૌથી મોટી કિડનીનું વજન 4.2 કિલો છે. તે આજ સુધીની દુનિયાની સૌથી મોટી કિડની માનવામાં આવતી હતી. તેને 2017માં ડોક્ટરો દ્વારા દૂર કરવામાં આવી હતી, તે કિડનીમાં ગાંઠિયાઓ હતા.

સર ગંગા રામ હોસ્પિટલના ડોક્ટરોએ સર્જરીના આધારે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં અરજી કરવાનું આયોજન કરી રહ્યા છે. જે દર્દીની કિડનીને દૂર કરવામાં આવી છે તે દિલ્હીનો રહેવાસી છે અને ઓટોસોમલ ડોમિનન્ટ પોલીસીસ્ટિક કિડની ડિસીઝ નામના આનુવાંષિક વિકારથી પીડિત હતો.