મોંઘવારીનો અજગરી ભરડો: હવે ડૂંગળીના બદલે વઘારમાં કોબીજનો વપરાશ વધ્યો, કારણ જાણો છો?

છેલ્લા ઘણાં સમયથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં પાંચ ગણો વધારો થતા છુટક બજારમાંથી જથ્થાબંધ બજારમાં પણ ડુંગળીના ભાવો આસમાને પહોંચી જતાં હવે ગૃહણીઓ પણ રસોઈમાં ડુંગળીનો ઓછો ઉપયોગ કરીને સ્વાદ સાથે સમાધાન કરી રહી છે. ડુંગળી વગર કોઈપણ સબ્જીનો સ્વાદ અધૂરો હોય છે. મહત્વનું એ છે કે હવે ડૂંગળીના ભાવ વધતા કોબીજનો ઉપયોગ થવા માંડ્યો છે અને વધારમાં કોબીજના વપરાશ ખૂબ વધ્યો છે.

આ ઉપરાંત લીલા શાકભાજી પણ છેલ્લા કેટલાય મહિનાઓથી મોંઘાભાવે મળી રહ્યાં હતા. મોટાભાગે શિયાળો આવતાં જ લીલા શાલભાજીના ભાવ ઘટી જાય છે. પરંતુ આ વર્ષે લીલા શાકભાજીમાં પણ જોઈએ તેવો ભાવ ઘટાડો થયો નથી. જેના પગલે ગૃહિણીઓને ભારે હાલાકી થઈ રહી છે.ડુંગળીને ગરીબોની કસ્તુરી તરીકે ઓળખવામાં આવે છે.સબ્જીના વઘારમાં ડુંગળી ખૂબ જ જરુરી છે.પરંતુ ડુંગળીના ભાવોમાં થયેલા ઘરખમ વધારાને પગલે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

ગૃહણીઓમાં સહુથી પ્રિય એવી ડુંગળીનાભાવો આસમાને પહોંચી ગયા છે અને તેના લીધે હવે ગૃહણીઓ પણ પરેશાન થઈ ઉઠી છે ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ડુંગળીના એક કિલોના ભાવ 10 થી 15 હતા તેની સરખામણીમાં આ વર્ષે હાલમાં ડુંગળીના ભાવો પાંચ ઘણો વધારો થઈ ગયો છે. હાલમાં ડુંગળી હોલસેલમાં 40 થી 60 કિલોના ભાવ છે.જયોર છૂટકમાં 60થી 80 રૂપિયાના ભાવ છે આટલા ભાવ વધવાના લીધે ગૃહણીઓનું બજેટ ખોરવાયું છે. અને હજુ પણ આગામી એક મહિના સુધી આ ભાવ યથાવત રહેશે તમે વેપારીઓ જણાવી રહ્યા છે.ડુંગળીના ભાવ આસમાને પહોંચતા પાણીપુરીવાળા, દાબેલીવાળા, અને અન્ય નાસ્તાઓની લારીઓમાં નાસ્તાની સાથે અપાતી ડુંગળી બંધ કરી દેવાઈ છેઅને ડુંગળીના બદલે કોબીજ સલાડમાં લારીઓ વાલા આપી રહ્યા છે.