અજિત પવારને 75 હજાર કરોડના સિંચાઈ કૌભાંડમાં ક્લિનચીટ? ACBએ કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ સોશિયલ મીડિયા પર ડેપ્યુટી સીએમ અજિત પવારને સિંચાઇ કૌભાંડમાં ક્લિનચીટ આપવાના વાયરલ થયેલા મેસેજ અંગે કહ્યું કે, અજિત પવાર વિરુદ્વ કોઈ કેસ બંધ કરાયો નથી. એસીબીએ જણાવ્યું હતું કે સિંચાઇ કૌભાંડને લગતા લગભગ 3000 ટેન્ડરની પણ તપાસ ચાલી રહી છે. બીજી તરફ આ સમગ્ર મામલે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવ કેસોમાં અજિત પવાર વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

એસીબીએ એમ પણ કહ્યું હતું કે જો કોર્ટ તપાસનો આદેશ કરશે અથવા જો કોઈ નવા પુરાવા બહાર આવે છે તો અમે તપાસ કરવા તૈયાર છીએ. એસીબીના ડીજી પરમબીરસિંહે કહ્યું, ‘અમે સિંચાઇ કૌભાંડને લગતા 3 હજાર ટેન્ડરની તપાસ કરી રહ્યા છીએ. આ એક રોજીંદા તપાસ છે જે બંધ થઈ ગઈ છે. જે કેસો પહેલાથી તપાસ હેઠળ છે, તે ચાલુ રહેશે.

બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું, ‘ભાજપ-અજિત પવાર મહારાષ્ટ્રના પ્રજાતંત્રનું ચીહરણ કરી રહ્યું છે. એક અવૈદ્ય સરકાર દ્વારા તમામ એન્ટી કરપ્શન બ્યુરોને તપાસ બંધ કરવાના આદેશ આપી રહી છે. ખાઈશું અને ખવડાવીશું, કારણ કે આ પ્રામાણિકતા માટે ઝીરો ટોલરન્સવાળી સરકાર છે. મોદી હૈ તો મૂમકીન હૈ.

નોંધીનય છે કે એનસીપી નેતા અજિત પવાર સિંચાઇ કૌભાંડના આરોપોના ઘેરામાં છે. એસીબીએ જણાવ્યું છે કે, અન્ય ટેન્ડરોની તપાસ હજી ચાલુ છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એન્ટી કરપ્શન બ્યુરોને પત્ર લખીને સિંચાઇ કૌભાંડ સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા. ઇડી છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડની તપાસ કરી રહ્યું છે.

આ મામલે તાજેતરમાં એસીબી દ્વારા અજિત પવારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે આ કૌભાંડ વર્ષ 2012માં પ્રકાશમાં આવ્યું હતું. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 1999-2000માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના શાસનમાં 35 હજાર કરોડ રૂપિયાની ગેરરીતિ  બહાર આવી હતી. માનવામાં આવી રહ્યું હતું કે ઇડી અજિત પવારની પૂછપરછ કરી શકે છે.

ઈડી પણ પવારને પૈસાની લેતીદેતી સાથે ચાર્જ વસૂલવા અંગે વિચારણા કરી રહી છે. આ કેસમાં એસીબીએ કેટલાક સરકારી અધિકારીઓની ધરપકડ પણ કરી હતી. અજિત પવાર પર આક્ષેપો થયા હતા કે નાયબ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે સિંચાઈ અને તેના વધતા બજેટ સંબંધિત તમામ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી હતી. આ કારણે તે શંકાના દાયરામાં આવ્યા હતા. અજિત પવાર સિંચાઇ કૌભાંડ ઉપરાંત મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડમાં પણ અજિત પવાર આરોપી છે.