સુરત: ડીશ ફીટ કરવા આવેલા યુવાને પરિણીતાને અશ્લીલ વીડિયો બતાવી બાથમાં ભીડી લીધી અને પછી શું થયું?

સુરતના કતારગામ મગનનગર વિસ્તારમાં માત્ર આઠ દિવસ અગાઉ જ ભાડાના મકાનમાં રહેવા ગયેલા ડ્રાઈવરને ત્યાં ડીશ ફીટ કરવા આવેલા યુવાને ડ્રાઈવરની યુવાન પત્નીને અશ્લીલ વિડીયો બતાવવા પ્રયાસ કરી બાથમાં ભીડી લીધી હતી.

આ બાબતે ડ્રાઈવર તે યુવાનને ઠપકો આપવા તેના ઘરે ગયો તો યુવાનના ભાઈએ મારો ભાઈ આવું કરે જ નહીં તેમ કહી ડ્રાઈવર સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. બનાવ અંગે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ભાઈની ધરપકડ કરી હતી.

પરિણીતાએ બેડ ઉપર કેમ સુઈ ગયો તારું કામ પતાવ તેમ કહેતા રાહુલે મોબાઈલમાં એક વિડીયો ડાઉનલોડ થાય છે તે પતે પછી કામ કરું છુ કહ્યું હતું અને વિડીયો ડાઉનલોડ થતાં તે જોતજોતા કહ્યું હતું કે મને બહુ મજા આવે છે તું પણ જો. આમ કહી તેણે પરિણીતાને અશ્લીલ વિડીયો બતાવવા પ્રયાસ કર્યો હતો.

પરંતુ ત્યાં રાહુલના મોટા ભાઈ વિશાલે મારો ભાઈ આવું કરે જ નહીં તેમ કહી પરિણીતાના પતિ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. બનાવ અંગે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગત સાંજે બંને ભાઈની ધરપકડ કરી હતી.