મહારાષ્ટ્રની રાજનીતિમાં હાઇવોલ્ટેજ ડ્રામા યથાવત્ છે. બીજેપીએ એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને સવારે સરકાર બનાવી બધાને ચોંકાવી દીધા હતા. અજીત પવાર સાથે એનસીપીના ઘણા ધારાસભ્યો હોવાનો દાવો છે. બીજી તરફ શરદ પવારે એનસીપી વિધાયકો સાથે બેઠક બોલાવી હતી.
કેટલાક મીડિયા રિપોર્ટમાં 30 ધારાસભ્યો પહોંચ્યા છે તેમ બતાવે છે તો કેટલાક મીડિયામાં 51 ધારાસભ્યો પહોંચવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે એનસીપીના 54 ધારાસભ્ય છે.શરદ પવારે ભત્રીજા અજીત પવાર ઉપર કાર્યવાહી કરતા વિધાયક દળના નેતા પદેથી હટાવી દીધા છે. દિલીપ વલસે પાટિલને એનસીપીના વિધાયક દળના નવા નેતા બનાવ્યા છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના સીએમ અને અજીત પવારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.અજીત પવાર સાથે ગયેલા ધારાસભ્ય દિલીપ બંકર, સુનીલ શેલકે, સુનીલ ભુસરા અને સંજય બંસોડ પણ શરદ પવારની બેઠકમાં પહોંચ્યા છે.