થલાઈવી ટીઝર:  જયલલિતાના પાત્રમાં કંગના રણોત છવાઈ ગઈ,તમે પણ ઓળખી શકશો નહીં

લાંબી રાહ જોયા બાદ કંગના રણોત સ્ટારર ફિલ્મ ‘થલાઈવી’નું ફર્સ્ટ લુકનું ટીઝર અને પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તમિલનાડુના દિવંગત મુખ્ય પ્રધાન જયલલિતાના જીવન પર આધારિત છે, જેમાં કંગના જયલલિતાનું પાત્ર ભજવતી જોવા મળશે.

કંગના ઘણા સમયથી આ ફિલ્મ માટે સખત મહેનત કરી રહી હતી અને ફિલ્મના ફર્સ્ટ લુક અને ટીઝરમાં તેની મહેનત પણ જોવા મળે છે. ટીઝર જોતાં જ કોઈ પણ ઓળખી શકશે નહીં કે જયલલિતાના લુકમાં તે કંગના છે.

કંગનાએ જયલલિતાની ભૂમિકા નિભાવવા માટે માત્ર ભરતનાટ્યમ જ શીખ્યું નહીં, પણ તમિળ ભાષા પર પણ પકડ જમાવી છે. તદુપરાંત જયલલિતાના દેખાવ માટે, કંગનાએ કલાકો સુધી પ્રોસેથેટીક સેશન પણ કર્યું હતું. હવે, ફિલ્મનો પહેલો લુક જોઇને લાગે છે કે તેની મહેનતનું પરિણામ સામે આવી રહ્યું છે.

હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ ‘થલાઈવી’ બનાવવામાં આવશે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત સાઉથ સ્ટાર અરવિંદ સ્વામી પણ જોવા મળશે, જે આ ફિલ્મમાં એમજીઆરની ભૂમિકા નિભાવશે. એવા સમાચાર છે કે અભિનેતા પ્રકાશ રાજ સીએમ કરુણાનિધિની ભૂમિકામાં જોવા મળી શકે છે. ‘થલાઈવી’ 26 જૂન 2020ના રોજ રીલીઝ થશે.