અમારું ગઠબંધન ચાલુ રહેશે, સરકાર વિશ્વાસ મત હાંસલ કરી શકશે નહીં: શરદ પવાર

મહારાષ્ટ્રમાં મોટા ઉલટફેર બાદ એનસીપીના પ્રુમખ શરદ પવારએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, બીજેપીને સમર્થન આપવાનો નિર્ણય એનસીપીનો નથી. મને સવારે સાત વાગ્યે આ અંગેની જાણકારી મળી. પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરીશ.

એનસીપી પ્રમુખ શરદ પવારે કે, આ નિર્ણય પાર્ટીનો નથી. ભાજપને સમર્થન આપવાનો અજિત પવારનો નિર્ણય તેમનો પોતાનો છે એનસીપીનો નથી. અમે સત્તાવાર રીતે કહેવા માંગીએ છીએ કે અમે આ નિર્ણયની સાથે નથી અને અમે તેનું સમર્થન નથી કરતાં.

તેમણે કહ્યું કે વિધાનસભાના ફ્લોર પર ભાજપની સરકાર બહુમતિ સાબિત કરી શકશે નહીં. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એક સાથે છે અને ત્રણેય પાર્ટીઓનું ગઠબંધન યથાવત રહેશે.

એનસીપીના નેતા નવાબ મલીકે કહ્યું કે અજિત પવાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે તેમની સામે પાર્ટી વિરુદ્વ કૃત્ય કરવા અંગે ફેંસલો કરવા માટે ધારાસભ્યોની મીટીંગ આજે સાંજે મળી રહી છે. એનસીપી એક જૂટ છે. અજિત પવાર સાથે દસેક જેટલા ધારાસભ્યો ગયા હતા અને તેમાંથી ચાર ધારાસભ્યો પાછા ફર્યા છે અને બીજા પણ પાછા ફરશે. વિધાનસભાના ફ્લોર પર ભાજપની સરકાર પડી ભાંગશે. વિશ્વાસ મત માટે 30મી તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો છે તે પહેલાં સ્પીકરની ચૂંટણીમાં ભાજપ વિરુદ્વ મતદાન કરી સરકારને દુર કરવામાં આવશે.

અહેવાલો મુજબ, શરદ પવારે ઉદ્ભવ ઠાકરે સાથે પણ વાત કરી અને જણાવ્યું છે કે બીજેપીને સમર્થન આપવાની નિર્ણય એનસીપીનો નથી. એનસીપી આ નિર્ણયની સાથે નથી. શરદ પવારે કહ્યું કે અજિત પવારે પાર્ટી તોડી છે. આ તમામ અહેવાલોની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે એનસીપીના તમામ નેતા શરદ પવારને ઘરે મળવા જઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણ બાદ એનસીપી સુપ્રીમો સાથે ચર્ચા કરશે.