સ્થિર સરકાર માટે કર્યો નિર્ણય, ખીચડી સરકાર માટે નહીં: ફડણવીસ, લોકો માટે કર્યો નિર્ણય: અજિત પવાર

સતત બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાને ખીચડી સરકાર મંજૂર નથી. અમને સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો હતો પરંતુ શિવસેનાએ બીજી રાજકીય પાર્ટીઆે સાથે ગઠબંધનનો પ્રયાસ કર્યો હતો. જેનું પરિણામ એવું આવ્યું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હતું.

વધુમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની સરકારને સ્થિર સરકાર જોઈએ છે ખીચડી સરકાર નહી. શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. અજીત પવાર અમારી સાથે આવી તેના માટે આભાર. અમે સાથે મળીને મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપીશું.

શપથ લીધા બાદ અજીત પવારે કહ્યું હતું કે, તમે જોયું હશે કે મહારાષ્ટ્રમાં 24 તારીખે ચૂંટણીના પરિણામ આવી ગયા હતા જોકે કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યું નહતું. મહારાષ્ટ્રની જનતા અને ખેડૂતોની સમસ્યાઆેનું સમાધાન કરવા માટે અમે આ નિર્ણય લીધો અને સરકાર બનાવી.