દમણ અને દીવ, દાદરા તથા નગરહવેલીનું એકત્રિકરણઃ એક કેન્દ્ર શાસિત પ્રદેશ થશે

કેન્દ્ર સરકારે બે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ તથા દાદરા અને નગરહવેલીનું એકત્રિકરણ કરી એક કેન્દ્ર શાસિત પ્રદેશ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય મંત્રી અર્જુન મેઘવાળે આ મુદ્દે જણાવ્યું છે કે, એક કેન્દ્ર શાસિત પ્રદેશ કરવા માટેનું વિધેયક લોકસભામાં આગામી સપ્તાહમાં રજૂ કરવામાં આવશે. બન્ને પ્રદેશનું એકીકરણ થવાથી વહીવટ સુચારૃરૃપે ચાલશે અને ખર્ચ પણ ઘટશે.