સુરતમાં સિટી બસના કારણે મોટી દુર્ઘટના થતી રહી ગઈ, કાર પુલ પરથી ગબડતા રહી ગઈ

પાછલા કેટલાક દિવસોથી સિટી બસને લઈ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ભારે હંગામો સર્જાઈ રહ્યો છે.અક્સ્માતોની વણઝાર ચાલી રહી છે. ત્યારે સુરતમાં ફરી એક વાર BRTS બસે કારને ટક્કર મારતા ફ્લાય ઓવર બ્રિજ પરથી ગબડતાં રહી ગઈ અને મોટી દુર્ઘટના બનતા રહી ગઈ.

આજે બપોરે ઉધના-મગદલ્લા રોડ પર આવેલા સોશિયો સર્કલ પાસેના ફ્લાય ઓવર બ્રિજ પર કાર નંબર GJ05JK7782 આગળ દોડી રહી હતી. ત્યારે બ્લ્યૂ બસ નંબર GJ05BX2630 દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ટક્કર મારતા કાર સીધી પુલના રેલીંગ ઉપર ચઢી ગઈ હતી. સહેજમાં કાર પુલથી નીચે ખાબકતા રહી ગઈ હતી અને જાનહાનિ અને દુર્ઘટના થતાં રહી ગઈ હતી..