વડોદરા: એક યુવતીને ભોળવી આચર્યું દુષ્કર્મ અને લગ્નની તૈયારી થઈ અન્ય યુવતી સાથે, પછી શું થયું?

વડોજરાના પાદરાના એક ગામે બે પૂર્વ પ્રેમી પંખીડાનો સમગ્ર પંથકમાં ચકચાર મચાવતો કિસ્સો બહાર આવ્યો છે. યુવતીને ગામના જ યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો અને એક બીજાને ચોરી છુપીથી મળતા હતાં. યુવક વડોદરા રજાઓના દિવસે યુવતીને બોલાવતો હતો અને યુવતીની મરજીથી શારીરિક સબંધ બાંધતા હતા. 2010માં બંનેએ પ્રેમ લગ્ન રજીસ્ટર કર્યા હતા અને બંને પ્રેમી પોતાના ઘરે રહીને એકબીજાને મળતા હતા અને યુવકના ઘરે કોઈ ના હોય ત્યારે બંને ભેગા થઈ શારીરિક સબંધ બાંધતા હતા.

તે વખતે યુવકે જણાવ્યું કે આપણી જ્ઞાતિ અલગ હોઈ આપણા સંબંધનો સ્વીકાર કોઈ નહીં કરે તેથી આપણે થોડો સમય અલગ રહીએ અને ફરી પાછા ભેગા થઈશું. જેથી હાલ આપણે છુટા છેડા કરવા પડશે. તેમાં જણાવી છુટા છેડાના કાગળ ઉપર સહી અંગુઠો કરાવીને માત્ર કાગળ ઉપર છુટાછેડા લીધા અને યુવકે કહેલું કે તું મારી કાયદેસરની પત્ની છે તેમ જણાવીને અવારનવાર શરીર સબંધ બાંધેલો થોડા સમય પછી યુવકે જણાવેલ કે તું બીજી જગ્યાએ પરણી જા અને હું સેટ થઇ જઉં બાદ તું તારા પતિ સાથે છુટાછેડા લઈ લેજેને હું તારી સાથે પરણી જઈશ.

માહિતી મળતા યુવતીએ પાદરા પોલીસ સ્ટેશન પહોંચીને પ્રેમી યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપી હતી. જેમાં યુવકના લગ્ન લેવાયા હતા અને કોઈ પણ સંજોગોમાં લગ્ન નહીં થવા દેવાના મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. પાદરા પોલીસે દૂષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.