સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સેવા આજે ફરી કાળમુખીરૂપે વધુ એક શ્રમજીવી યુવક, બોબીન મશીન પર મજૂરી કરનાર શેખ મુજમ્મીલ અમજદને (ઉ.વ. આશરે 18) રહે. સી-113/9, ભેસ્તાન આવાસને બીઆરસી સર્કલ, દક્ષેશ્વર મંદિર પસે અટફેટમાં લીધો હતો. યુવાન તરફડીયા મારતો રહ્યો અને હોસ્પિટલ પહોંચતા પહોંચતા તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.
ગઈકાલે ડીંડોલી બ્રિજ પાસે વહેલી સવારમાં સિટ બસની અડફેટે એક જ પરિવારના ત્રણ જણા માર્યા ગયા હતા. પિતા, પુત્ર અને ભત્રીજાનું મોત થયું હતું. સવારે બાળકોને શાળામાં મૂકવા જઈ રહેલા બાળકો સિટી બસ હેઠળ ચગદાઈ જવા પામ્યા હતા.