વસ્તી ગણતરી: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે, આવી જબરદસ્ત કરાઈ છે તૈયારી

ભારતની વસ્તી ગણતરી 2021ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસ્તી ગણતરી 2021એ 1872થી સળંગ શૃંખલામાં 16મી અને આઝાદી પછીની આઠમી વસ્તી ગણતરી છે. ગજરાતમાં આ વસ્તી ગણતરીનો શુભારંભના પ્રથમ તબક્કો મે-જુન-2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર-2020 સુધી ચાલશે. રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે.

ગુજરાતમાં સૌ પથ્રમવાર વસ્તી ગણતરી માટે મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે એમ, વસ્તી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકાર દ્વારા જણાવાયું છે. ડૉ. સરકારે ઉમેર્યું કે, ભારતની વસ્તી ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસ્તી ગણતરી અંતરાય વિના અવિરત પણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલુ જ નહીં પુર, રોગચાળો, કૂદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસ્તી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે.

તેમણે કહ્યું કે આગામી 2021ની વસ્તી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘરયાદીકરણની સાથે રાષ્ટ્રીય વસ્તી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે. વસ્તી ગણતરી 2021ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સેસ 2021ના સીએમએમએસ પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસ્તી ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપની પ્રસિદ્ધ કરી શકાશે.

ડૉ. સરકારે ઉમર્યું કે, ગુજરાતમાં હાથ ધરાનાર વસ્તી ગણતરી સંદર્ભે પ્રથમ તબક્કાની તાલીમ શિબિરનું તા. 18થી 23 નવેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે, જેનું ઉદઘાટન રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર અને સ્ટેટ કો-ઓર્ડિનેટર (સેન્સસ) આરજે માંકડિયાએ કર્યું હતું. જેમાં જીએડી પ્લાનીંગના સંયુકત સચિવ જેજે પટેલ, જીઆઇડીએમના ડાયરેકટર સંજય જોષી, રાષ્ટ્રીય પ્રશિક્ષક ડૉ. ભાવેશ મહેતા, શિલ્પાબેન પરમાર, સંયકત નિયામક વસતી ગણતરી આરએઇ જૈન, નાયબ નિયામક જીએલમીના, અર્થશાસ્ત્ર અને આંકડા નિયામક કચેરીના નાયબ નિયામક મનીષ ગામીત સહિતના અધિકારીઓ તાલીમાર્થઓને તાલીમ આપી રહ્યા છે. આ તાલીમમાં અંદાજિત ૨૫ જિલ્લાના 56 માસ્ટર ટ્રેનરો પ્રશિક્ષાર્થી તરીકે હાજરી આપી રહ્યા છે તેમ, તેમણે ઉમેર્યું હતું.